ખબર

ઇમરાન ખાનની રેલીમાં AK 47 થી થયું અંધાધુન ગોળીબાર, આટલા બધા નેતાઓ થયા સીધા હોસ્પિટલ ભેગા, અફરાતફરીનો માહોલ જુઓ તસ્વીરોમાં

નેતાઓની રેલીઓ ઘણીવાર હિંસક બની જતી પણ આપણે જોઈએ છીએ, ત્યારે હાલ એવી જ એક ખબર આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાંથી સામે આવી રહી છે, જેમાં પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન રેલી યોજી રહ્યા હતા તે દરમિયાન જ એક વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું, જેમાં ઇમરાન ખાન સમેત પાંચ લોકો ઘાયલ થઇ ગયા હોવાની ખબર સામે આવી રહી છે. ઇમરાન ખાન પાકિસ્તાનમાં આઝાદી રેલી કાઢી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.

ઘાયલ થયેલા પૂર્વ પ્રધામંત્રી ઇમરાન ખાનને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે. આ હુમલામાં 9 લોકો જખ્મી થવાની સાથે 1 વ્યક્તિનું મોત થયું હોવાની પણ ખબર સામે આવી રહી છે. આ મામલે મીડિયા સાથે વાત કરતા પાકિસ્તાની નેતા ફવાદ ચૌધરીએ જણાવ્યું કે ઇમરાન ખાન પર ફાયરિંગ કરવા માટે હુમલાવર AK-47 લઈને આવ્યો હતો. જેનાથી ફાયરિંગ કરવામાં આવ્યું. આ ગોળીબારમાં ઇમરાન ખાનને જમણા પગમાં ગોળી વાગી છે. જેના બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા.

આ ઘટના વર્ષ 2007માં પૂર્વ પ્રધાનમંત્રી બેનર્જી ભુટ્ટો પર થયેલા હુમલાની યાદ અપાવે છે. જયારે તેમની એક રેલીમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર ઇમરાન ખાનને ગંભીર ઈજાઓ નથી પહોંચી. પાકિસ્તાની મીડિયા જિયો ન્યુઝ અનુસાર જેવી જ ઇમરાન ખાનની રેલીમાં ગોળીબારીનો અવાજ આવ્યો કે તરત જ અલાહવાલા ચોક પર તેમના સ્વાગત માટે લગાવવામાં આવેલા કેમપમાં હડકંપ મચી.

એપ્રિલ મહિનામાં કથિત રીતે સેનાનો વિશ્વાસ ખોઈ દીધા બાદ ઇમરાન ખાનને પદ છોડવું પડ્યું હતું. સેના વિરોધી ટિપ્પણીઓને લઈને આલોચના બાદ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને રવિવારે કહ્યું હતું કે તેમની પાર્ટી ઈચ્છે છે કે પાકિસ્તાની સેના મજબૂત બને. ત્યારે એવા માહોલમાં આજે ઇમરાન ખાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો.