બંધ રૂમમાં મળી ગર્ભવતી મહિલાની લાશ, ડિલીવરી દરમિયાન મોત, પાડોશીઓએ દુર્ગંધ આવવા પર બોલાવી પોલિસ

ઘરમાં એકલી રહી રહી હતી ગર્ભવતી મહિલા, પ્રસવ દરમિયાન પૂરી રીતે બહાર ન નીકળી શક્યુ બાળક, માં-નવજાત બંનેના મોત

દેશભરમાંથી ઘણીવાર મોતના એવા એવા ચકચારી કિસ્સા સામે આવે છે કે સાંભળી અથવા વાંચી આપણે પણ હેરાન રહી જઇએ છીએ. ત્યારે ગાઝિયાબાદના શાલીમાર ગાર્ડન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરના બંધ રૂમમાં પ્રસૂતિ દરમિયાન એક ગર્ભવતી મહિલાનું મોત થયું હોવાની ઘટના થોડા સમય પહેલા સામે આવી હતી. રૂમમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.

જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડીને જોયું તો નવજાત બાળક મહિલાના શરીરની બહાર અડધું હતું. પોલીસે મૃતદેહને બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો અને ડૉક્ટરોએ મહિલા અને નવજાતનું મોત વધુ પડતા રક્તસ્રાવને કારણે થયું હોવાનું તેમજ બાળક અડધુ જ બહાર આવી શક્યું હોવાનું જણાવ્યુ. મહિલા પરિણીત હતી કે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી તેની કોઇ જાણકારી નથી.

શાલીમાર ગાર્ડન પોલીસ સ્ટેશનને સોમવારે સવારે 10.30 વાગ્યે માહિતી મળી હતી કે ડીએલએફ કોલોનીમાં બીજા માળે આવેલા રૂમમાંથી દુર્ગંધ આવી રહી છે. પોલીસે દરવાજો તોડી અંદર જોયું તો લાશ ખાટલા પર પડેલી હતી. મકાનમાલિક બે દિવસથી બહાર હતો. તેણે કહ્યું કે તે એક વર્ષથી રહે છે. તેણે તેના સંબંધીઓ અથવા અન્ય કોઈ સાથે વધુ વાતચીત કરી ન હતી.

સ્થૂળતાના કારણે લોકો મહિલાના પ્રેગ્નેટ હોવા વિશે પણ જાણતા નહોતા. રૂમમાંથી મળેલા દસ્તાવેજો પરથી મહિલાની ઓળખ બંગાળના ઉત્તર 24 પરગનાની પ્રિયંકા સરકાર તરીકે થઈ હતી. બનાવ અંગે પોલીસે સંબંધીઓને જાણ કરી હતી. પાડોશીઓનું કહેવું છે કે મૃતક મહિલા એક મોલમાં કામ કરતી હતી. બનાવ સમયે પડોશમાં રહેતો પરિવાર ગામ ગયો હતો.

પ્રસૂતિની પીડા દરમિયાન પ્રિયંકાએ દર્દથી વિલાપ કર્યો હશે, પણ તે બીજા માળે એકલી હતી, તેથી કોઈએ તેનો અવાજ સાંભળ્યો નહીં. જો મૃત્યુ સમયે પડોશી પરિવાર હાજર હોત તો કદાચ સમયસર મૃતકનો જીવ બચી શક્યો હોત.

Shah Jina