પ્રેગ્નેંસી દરમ્યાન આ અભિનેત્રી શૂટ કરતી વખતે અચાનક થઇ ગઈ હતી બેભાન, પછી એક દિવસ…

8 મહિના પ્રેગ્નેટ આ અભિનેત્રી શૂટ દરમ્યાન થઈ ગઈ હતી બેભાન, પછી કામ કરવા માટે….ઉફ્ફ્ફ

પ્રેગ્નેંસી દરમ્યાન ઘણી બધી અભિનેત્રીઓએ શૂટિંગ કરેલું છે. તે લિસ્ટમાં હેમા માલિનીથી લઈને મૌસમ ચેટર્જી શામેલ છે. પરંતુ જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તેણે આખી પ્રેગ્નેંસી દરમ્યાન કામ કરેલું છે.

જોકે પ્રેગ્નેંસીમાં કામ કરવાના પ્રેશરથી આ અભિનેત્રી શૂટિંગ દરમ્યાન બેભાન થઇ ગઈ હતી. બે બાળકોની માતા બની ચુકેલી અભિનેત્રીનું નામ કરીના કપૂર છે. કરીના તેના પહેલા અને બીજા બાળક તૈમુર અને જેહને જન્મ આપવાના છેલ્લા સમય સુધી એક્ટિવ રહી હતી. કરીના ફિલ્મની શૂટિંગથી લઈને બ્રાન્ડ એડોર્સમેંન્ટ સુધી કામ કરી રહી હતી.

બાલિવૂડની બેબો કરીના કપૂર ખાન તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં રહેતી હોય છે. કરીના કપૂરે તેની બૂક ‘કરીના કપૂર ખાન પ્રેગ્નેંસી બાઇબલ’માં બંને પ્રેગ્નેંસી વખતે થઇ રહેલી મુશ્કેલીઓ અને ચેલેન્જ વિશે લખ્યું છે. કરીનાએ બે બાળકોની માતા બનવાનો અનુભવ જણાવતા લખ્યું હતું કે જેહના જન્મ લીધાના થોડાક દિવસો પહેલા સુધી કામ કરતી હતી.

તે દરમ્યાન એક ફોટોશૂટ કરતા સમયે બેભાન થઇ ગઈ હતી. કરીનાએ લખ્યું હતું કે લોકો વિચારતા હોય છે કે સેલિબ્રિટીની પ્રેગ્નેંસી સુપર ગ્લેમરસ હોય છે અને તેવું દેખાડવાની પુરી કોશિશ પણ કરી હતી. કરીનાએ લખ્યું હતું કે આ પ્રેગ્નેંસીમાં કોઈ પણ ગ્લેમરસ કઈ રીતે અનુભવી શકે છે ? મારુ વજન ખુબ જ વધી ગયું હતું. મને પ્રેગ્નેંસી સ્પોટ્સ થઇ ગયા હતા અને હું સાંજના પાંચ વાગ્યે પણ ઉંઘવા માટે તૈયાર રહેતી હતી.

કરીનાએ જેહના જન્મના થોડાક દિવસ પહેલા તેની સાથે થયેલી એક ઘટના વિશે કહ્યું હતું કે તે 8માં મહિનો પૂરો થયાના થોડાક દિવસ પહેલા ફોટોશૂટ કરી રહી હતી અને અચાનક થાક લાગવાથી બેભાન થઇ ગઈ હતી. કરીનાએ લખ્યું હતું કે જેહના જન્મ સમયે કરીનાએ પોતાની જાતને કામ કરવા માટે ખુબ જ પુશ કરી હતી, કારણ કે તેની હિંમત પણ જવાબ આપવા લાગી હતી.

તૈમુર ખુબ જ ચર્ચામાં છે તેમજ કરીના અને સૈફે હજી સુધી તેમના બીજા છોકરાને દુનિયાથી છુપાવીને રાખ્યો છે. દરેક લોકો કરીના અને સૈફનાં બીજા છોકરાની ઝલક જોવા માટે આતુર થઇ રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર ખાન છેલ્લે 2020માં આવેલી ફિલ્મ’અંગ્રેજી મીડિયમ’માં ફરહાન ખાન સાથે નજર આવી હતી. હવે કરીના’લાલ સિંહ ચઢ્ઢા’માં નજર આવશે. જેમાં કરિનાની સાથે આમિર ખાન લીડ રોલમાં હશે. આ ફિલ્મની શૂટિંગ કરીનાએ પ્રેગ્નેંસી પિરિયડ દરમ્યાન જ પુરી કરી લીધી હતી.

Patel Meet