“સ્કેમ 1992” ના ફેમસ ગુજરાતી એક્ટર પ્રતિક ગાંધીનું મુંબઇ પોલિસે કર્યુ અપમાન ! કોલર પકડી ગોડાઉનમાં કરી દીધો બંધ

અભિનેતા પ્રતીક ગાંધી હિન્દી ફિલ્મ ઉદ્યોગનો જાણીતો ચહેરો છે. ‘સ્કેમ 1992’ ફેમ પ્રતિક ગાંધીની લોકપ્રિયતા સતત વધી રહી છે, પરંતુ તેમ છતાં રવિવારે તેની સાથે કંઈક એવું બન્યું જે તેના માટે કડવો અનુભવ હતો. પ્રતિક ગાંધીએ રવિવારે મુંબઈ પોલીસ સાથેના પોતાના ખરાબ અનુભવ વિશે ટ્વિટર પર પોસ્ટ શેર કરી. પ્રતીક ગાંધીએ કહ્યું કે મુંબઈ પોલીસે તેની સાથે ગેરવર્તણૂક કરીને તેનું અપમાન કર્યું કારણ કે હાઈવે પર વીઆઈપી મૂવમેન્ટ ચાલી રહી હતી.

પ્રતીક ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, ‘મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે VIP મૂવમેન્ટને કારણે જામ થઈ ગયો હતો. હું શૂટિંગ લોકેશન પર પહોંચવા માટે પગપાળા ચાલવા લાગ્યો. આના પર, પોલીસે મને ખભાથી ખેંચી લીધો અને મને માર્બલના વેરહાઉસમાં રાહ જોવડાવી. તેમણે મને કશું કહ્યું નહીં અને મારુ અપમાન પણ કર્યું. પ્રતિક ગાંધીના આ ટ્વીટ પર ઘણા યુઝર્સ તેની મજા લઇ રહ્યા છે.

એક યુઝરે લખ્યું – હર બાર રિસ્ક હૈ તો ઇશ્ક હૈ’ ના થાય મોટા ભાઈ. જેના જવાબમાં પ્રતીક ગાંધીએ કહ્યું, ‘ભાઈ કોઈ રિસ્ક નહોતું, કામ પર જતો હતો.’ અન્ય એક યુઝરે કહ્યું હતું કે પ્રાઇમ મિનિસ્ટર હોવાથી આમ થયું હતું, જેના રિપ્લાયમાં પ્રતીક ગાંધીએ કહ્યું હતું, ‘ઉપ્સ, મને ખબર જ નહોતી.’જો કે, મુંબઇ પોલિસ દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી હતી, આ એડવાઈઝરીમાં લખવામાં આવ્યું હતું કે, ‘વીઆઈપી મૂવમેન્ટના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર ધારાવી, માટુંગા તરફ 3-9 કલાકની વચ્ચે ટ્રાફિક જામ રહી શકે છે. મુંબઈકરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ માર્ગને બદલે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે.

તમને જણાવી દઈએ કે હર્ષદ મહેતા પર આધારિત ‘સ્કેમ 1992’ વેબ સિરીઝ પછી પ્રતિક ગાંધી રાતોરાત સ્ટાર બની ગયો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેની પાસે ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. જેમાં ‘વો લડકી હૈ કહાં’ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની સાથે તાપસી પન્નુ જોવા મળશે. આ સિવાય તેની પાસે નેટફ્લિક્સનો એક પ્રોજેક્ટ પણ છે.

Shah Jina