50 વર્ષની ઉંમરમાં ચોથી વાર પિતા બન્યો ડાન્સ માસ્ટર પ્રભુ દેવા, બીજી પત્નીએ આપ્યો ચોથા સંતાનને જન્મ, જાણો દીકરો આવ્યો કે દીકરી

જેને પોતાના ડાન્સથી દુનિયાભરમાં ધૂમ મચાવી છે એવા પ્રભુ દેવાના ઘરમાં ચોથી વાર ગુંજી કિલકારી, 50 વર્ષની ઉંમરમાં ચોથીવાર બન્યો પિતા

Prabhu Deva became father for the fourth time: સેલેબ્રિટીઓ દ્વારા અવાર નવાર ખુશ ખબરીઓ આપવામાં આવતી હોય છે અને તેનાથી ચાહકો પણ ખુબ જ ખુશ ખુશાલ થઇ જતા હોય છે. ઘણા સેલેબ્સ લગ્નના બંધનમાં કે સગાઈના બંધનમાં બંધાતા હોય છે તો કોઈ માતા પિતા બનાવની ખુશી શેર કરતું હોય છે. ત્યારે હાલ જેને પોતાના ડાન્સથી દુનિયામાં એક આગવું નામ કર્યું છે એ પ્રભુ દેવાએ પણ એક ખુશ ખબરી આપી છે.

કોરિયોગ્રાફર પ્રભુદેવાના ઘરે લક્ષ્મીનું આગમન થયું છે. તેની બીજી પત્ની હિમાની સિંહે એક દીકરીને જન્મ આપ્યો છે. પ્રભુ દેવા 50 વર્ષની ઉંમરમાં ચોથી વખત પિતા બન્યા છે. તમને જણાવી દઈએ કે, પ્રભુ દેવાએ વર્ષ 2011માં પોતાની પહેલી પત્ની રામલથ સાથે છૂટાછેડા લીધા બાદ વર્ષ 2020માં હિમાની સિંહ સાથે લગ્ન કર્યા હતા.

પ્રભુ દેવા અને રામલથને બે દીકરા છે. ત્રીજો દીકરો 2008માં કેન્સરથી મૃત્યુ પામ્યો હતો. હિમાની સાથે આ તેનું પહેલું સંતાન છે. પ્રભુ દેવાએ ETimes ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, “હા! તે સાચું છે. હું આ ઉંમરે ફરી પિતા બન્યો છું. હું ખૂબ જ ખુશ અને સંપૂર્ણ અનુભવું છું.” એટલું જ નહીં, પ્રભુ દેવાએ પોતાની કરિયરમાંથી બ્રેક લેવાની વાત પણ કરી હતી.

તેણે કહ્યું, “મેં પહેલેથી જ મારું કામ ઓછું કરી દીધું હતું. મને લાગ્યું કે હું ઘણું કામ કરી રહ્યો છું, દોડી રહ્યો છું. પરંતુ, હવે મેં ઘણું બધું કરી લીધું છે. હું હવે મારા પરિવાર સાથે સમય પસાર કરવા માંગુ છું. છું.”  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2010માં પ્રભુ દેવાની પહેલી પત્ની રામલથે ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

આ અરજીમાં રામલથે અભિનેત્રી નયનતારા સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેલા પ્રભુ દેવાને કોર્ટના નિર્દેશની માંગ કરી હતી. એટલું જ નહીં રામલથે પ્રભુ દેવાને ધમકી પણ આપી હતી. તેણે કહ્યું હતું કે, જો પ્રભુ દેવા નયનતારા સાથે લગ્ન કરશે તો તે ભૂખ હડતાળ પર ઉતરશે. આ આખા ડ્રામા પછી, પ્રભુ દેવાએ વર્ષ 2011માં રામલથને છૂટાછેડા આપી દીધા અને વર્ષ 2012માં નયનતારા સાથે બ્રેકઅપ થઈ ગયું.

Niraj Patel