ફરી આવી બાહુબલી પ્રભાસની દરિયા દિલી સામે, બધું જ કામ મૂકીને હોસ્પિટલમાં પહોંચી ગયો આ કામ કરવા માટે, જાણીને તમે પણ સલામ કરશો

બાહુબલી ફેમ પ્રભાસ તેના અભિનયના કારણે હંમેશા છવાયેલો રહે છે, તેનું ફેન ફોલોઇંગ પણ ખુબ જ વિશાળ છે, આ ઉપરાંત પ્રભાસ તેની દરિયાદિલી માટે પણ જાણીતો છે. તેને ઘણા એવા સમાજ ઉપયોગી કામો કર્યા છે અને લોકોને પણ મદદ કરી છે. ત્યારે તેના આ કાર્યને ઘણા લોકો બિરદાવી પણ રહ્યા છે. પરંતુ હાલમાં જે પ્રભાસે કામ કર્યું છે તેને જોઈને તમે ફરીથી પ્રભાસને સલામ કરવાનું મન ચોક્કસ થશે.

મીડિયામાં ચાલી રહેલી ખબરો પ્રમાણે બિઝનેસમેન વેમ્પા કાસી રાજુએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પ્રભાસનો એક ચાહક, જે કેન્સરના છેલ્લા સ્ટેજમાં હતો અને તેની છેલ્લી ઈચ્છા તેના મનગમતા અભિનેતા પ્રભાસને મળવાની હતી ત્યારે આ વાત જ્યારે પ્રભાસને ખબર પડી ત્યારે તે સહેજ પણ રાહ જોયા વગર ફિલ્મનું શૂટિંગ વચ્ચે જ અટકાવીને પોતાના એ ચાહકને મળવા માટે હોસ્પિટલ પહોંચી ગયો હતો અને તે દર્દીની છેલ્લી ઈચ્છા પણ પૂર્ણ કરી હતી.

પ્રભાસને ખબર મળતા જ તે માત્ર એક જ કલાકમાં તેના ચાહકને મળવા માટે પહોંચી ગયો હતો. પ્રભાસે તેને પ્રેમથી ચુંબન કર્યું અને એક કલાક જેટલો સમય તેની સાથે વિતાવ્યો હતો.

સાથે જ રાજુએ એમ પણ જવું કે તે છોકરો આવતા બે કલાકમાં જ મરવાનો હતો. પરંતુ પ્રભાસ સાથે મળ્યા બાદ તે 10 દિવસ સુધી જીવી ગયો. એટલું જ નહીં પ્રભાસ એ વસ્તુ માટે પણ તૈયાર હતો કે તે છોકરો જયારે જયારે પ્રભાસને મળવા માંગશે તે તેને મળવા માટે હોસ્પિટલમાં જરૂર જશે.

Niraj Patel