કોરોના સંક્રમિત સાસુએ વહુને ગળે લગાવીને જાણી જોઈ કરી સંક્રમિત, કારણ જાણીને હેરાન રહી જશો

કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે, વ્યક્તિને કોરોના સંક્રમિત થતા ઘણી બાબતોનું ધ્યાન પણ રાખવું પડે છે. તો આ સંક્ર્મણનો શિકાર બનેલા વ્યક્તિની આસપાસ કોઈ જઈ પણ નથી શકતું, ના સંબંધીઓ ખબર લેવા માટે આવી શકે છે. પરંતુ તેલંગાણામાંથી એક સાસુએ આઇસોલેશનથી પરેશાન થઈને એક એવું કદમ ઉઠાવ્યું છે જેની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

મીડિયા રિપોર્ટ પ્રમાણે તેલંગાણાના સોમરીપેટાક્ષેત્રના આદિવાસી ગામ નેમાલીગુટ્ટા થાનડામાં સાસુએ કોરોના સંક્રમિત થયા બાદ વહુએ તેમને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવા માટે કહ્યું હતું.  તેને પોતાના બાળકોને પણ સાસુ પાસે જતા રોક્યા હતા. સાસુનું જમવાનું પણ એક જગ્યાએ રાખી તેમને ઉપાડવા માટે જણાવી દેતી હતી. પરંતુ સાસુને આ કોરોના નિયમો તેમનું અપમાન થતું હોય તેમ લાગ્યા. સાસુને જાણે તેમના આત્મ સન્માનને ઠેસ પહોંચી હોય તેમ જણાવ્યું કે શું મારા મારવાથી તમને ખુશી થશે ? અને વહુને ગળે લગાવીને કોરોના પોઝિટિવ કરી નાખી.

જાણકારી પ્રમાણે મહિલાનો પતિ 7 મહિના પહેલા જ નોકરી માટે ઓડિશા ગયો હતો. જ્યાં તે ટ્રેકટર ચલાવવાનું કામ કરે છે. મહિલા ત્રણ વર્ષથી પોતાની સાસરીમાં જ રહે છે. પરંતુ સાસુના કોરોના પોઝિટિવ આવ્યા બાદ તે બધાને લઈને 29 મેના રોજ પોતાના માતા પિતાના ઘરે તિમ્માપૂર ચાલી ગઈ.

તો આ બાબતે હવે વહુએ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઓફિશિયલ્સમાં સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના બાદ 31 મેના રોજ હેલ્થ ઓફિશિયલ દ્વારા મહિલા સાથે વાત કરવામાં આવી. તેને જણાવ્યું કે સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાનું કહેવા ઉપર સાસુ નારાજ થઈ ગયા. એક દિવસ તેમને મને એમ કહીને ગળે લગાવી લીધી કે તારે કોરોના સંક્રમિત થવું જોઈએ. અધિકારીઓ દ્વારા મહિલાને જણાવવામાં આવ્યું કે તે જો સાસુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગે છે તો તેને આખી પ્રક્રિયા સમજાવી દેશે.

Niraj Patel