400 રૂપિયાનું વેચાઇ રહ્યુ છે આ AC જેવું મીની કુલર ! પલકારામાં જ રૂમને કરી દે છે ઠંડો

ખુશખબરી: ફક્ત 400 રૂપિયામાં AC જેવું મીની પોર્ટેબલ કુલર.. મિનિટોમાં રૂમને બનાવે છે ઠંડો? જાણો વિગત

હાલ તો રાજયમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને આ ગરમીથી રાહત મેળવવા માટે લોકો AC અથવા તો કુલરનો ઉપયોગ કરે છે. ત્યારે માર્કેટમાં એક ખૂબ જ પાવરફુલ મીની AC જેવું કુલર આવ્યું છે જે અત્યાર સુધીના કોઈપણ એર કુલર કરતા કદમાં ઘણું નાનું છે. ઉત્તર ભારતમાં ઉનાળો શરૂ થઈ ગયો છે, તેથી આ નાનું એર કુલર તમારા માટે ઘણું સારું કરી શકે છે. હવે લગભગ એક મહિનામાં દરેકના ઘરમાં એસી ચાલવા લાગશે.

જો તમે તમારા ઘર અથવા ઓફિસ માટે સારું એસી કે કુલર ખરીદવા માંગો છો, તો આ પ્રોડક્ટ ઓછા બજેટમાં આવી જશે. માર્કેટમાં એક નાનું પાવરફુલ AC જેવું મીની પોર્ટેબલ કુલર વેચાઈ રહ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી નાની સાઈઝનું કુલર કહેવામાં આવી રહ્યું છે. આ શોર્ટ એર કુલર તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. જો તમે આ પોર્ટેબલ એર કુલર ચલાવવા માંગો છો તો તમારે તેના માટે ડ્રાય આઈસનો ઉપયોગ કરવો પડશે. જો કે, તમે આમાં ઠંડા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.બજારમાં પોર્ટેબલ કૂલિંગ ડિવાઇસ તરીકે મિની એસી મિની કુલરની માંગ વધી રહી છે.

આ નાના કુલર જેવું દેખાવ માં લાગે છે, તે રૂમને ઠંડો બનાવવામાં તેટલુ જ અસરકારક છે.ખાસ વાત એ છે કે તેની કિંમત પણ વધારે નથી અને તેને સ્ટડી ટેબલ કે બેડ અથવા કોઈપણ જગ્યાએ રાખી શકાય છે.મીની પોર્ટેબલ કુલર ઓનલાઈન અને ઓફલાઈન બંને દ્વારા ખરીદી શકાય છે. તેની કિંમત રૂ. 400થી રૂ. 2,000 સુધીની છે. તે વિવિધ ડિઝાઇન અને આકારોમાં ઉપલબ્ધ છે. તમે તેને તમારી પસંદગી મુજબ ખરીદી શકો છો.

જો તમે તમારા ઘરના વર્ક ટેબલ અથવા બાળકોના સ્ટડી ટેબલ પર રાખવા માટે કૂલિંગ ડિવાઇસ શોધી રહ્યા છો.જે નાની જગ્યાને ઝડપથી ઠંડુ કરવાનું કામ કરે છે, તો મિની પોર્ટેબલ કુલરનો વિકલ્પ તમારા માટે યોગ્ય સાબિત થશે.આ ઉપકરણ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે. તે વિવિધ ડિઝાઇન અને કદમાં ઉપલબ્ધ છે અને તમે તમારી પસંદગીના મોડેલ ખરીદી શકો છો, જે તમારી જરૂરિયાતોને અનુરૂપ છે.

આ નાનુ કુલર ચલાવવામાં એકદમ સરળ છે અને તેમાં પાવરનો વપરાશ પણ નહિવત છે. ટેબલ પર કામ કરતા લોકો માટે આ એક સરસ વિકલ્પ છે, તેમાં ઓછી વીજળી વપરાય છે. આ પ્રોડક્ટ હાલ એમેઝોનમાં 1499માં વહેંચાઈ રહી છે જયારે અન્ય ઓનલાઇન શોપિંગ વેબસાઈટમાં 700થી લઇ ને 2500 સુધીમાં લોકો ખરીદી રહ્યા છે. પ્રોડક્ટનું નામ Air Portable 3 In 1 Conditioner Humidifier Purifier Mini Cooler સામે આવ્યું છે.

જોકે આ પ્રોડક્ટની ગુણવતા કેવી છે અને પરફોર્મન્સ કેવું છે એની માહિતી અમારી પાસે નથી શું ખરેખર આ પ્રોડક્ટ AC/Coolerની જેમ પરફોર્મન્સ આપે છે કે નહિ એની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતું નથી, અમે આ પ્રોડક્ટનો વપરાશ કરીને એક વિગતવાર માહિતી સાથે નવો આર્ટિકલ પોસ્ટ કરીશું જેમાં આપણે તમામ માહિતી મળી જશે.

Shah Jina