પોરબંદરના નાયબ મામલદાર બન્યા નિલેશમાંથી બીજલ, છૂટાછેડા બાદ લીધો જેન્ડર ચેન્જ કરવાનો નિર્ણય

પોરબંદર : ગુજરાતમાં ઊંચા હોદ્દા પર ફરજ બજાવતા સરકારી ઓફિસર પુરુષમાંથી બન્યા સ્ત્રી, જુઓ

આ દુનિયામાં હવે જેન્ડર બદલી અને રહેવું કોઈ મોટી વાત નથી, પરંતુ ભારતમાં હજુ પણ તેને સંપૂર્ણ રીતે સ્વીકારવામાં નથી આવતું. ત્યારે સંસ્કારોનું સિંચન કરતા ગુજરાતની અંદર આવી વાત સ્વીકારવી કેટલી મુશ્કેલી ભરી હશે તેની તમે કલ્પના કરી શકો છો. ત્યારે હાલ જેન્ડર ચેન્જ કરવાની એક ઘટના પોરબંદરમાંથી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરમાં જન્મથી જ વિજાતીય અનુભૂતિને પગલે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય નિલેશકુમાર મહેતા બાળપણથી જ જેન્ડર ડાયફરિયા ધરાવતા હતા અને તેઓ પોતે પુરુષ હોવા છતાં સ્ત્રી હોવાની અનુભૂતિ કરતાં હતા. પરંતુ આ બાબતે કંઈ સમજાય એ પહેલાં સામાજિક રીતિરિવાજો મુજબ તમેન પુરુષ હોવાના કારણે એક સ્ત્રી સાથે લગ્ન પણ કરી લીધા હતા અને સાંસારિક જીવનમાં પગલું માંડ્યું હતું આ લગ્નથી તેમના ઘરે એક દીકરીનો પણ જન્મ થયો હતો.

પરંતુ નિલેશભાઈને સ્ત્રી હોવા અંગેની સતત થતી અનુભૂતિને લીધે તેમનું લગ્નજીવન પણ ખરાબ થઈ ગયું હતું અને છૂટાછેડા થઇ ગયા. જેના બાદ તેમને આખરે સ્ત્રી બનવાનો નિર્ધાર કરી લીધો હતો અને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી તેમણે ટ્રાન્સજેન્ડર એક્ટ 2019 અંતર્ગત મંજૂરી મેળવી લીધી છે અને પોતાનું જેન્ડર બદલવાની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે.

હાલ તેમની હોર્મોન ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને આગામી સમયમાં તેઓ પુરુષના પ્રજનન અવયવના સ્થાને કૃત્રિમ સ્ત્રીનું પ્રજનન અવયવ મેળવવાની સર્જરી કરાવશે. જેના બાદ તેઓ નિલેશ નામ તરીકે નહિ પરંતુ બીજલ નામ તરીકે ઓળખાશે.

Niraj Patel