સિગારેટના પેકેટ માટે અમેરિકામાં ભારતીય યુવકની હત્યા, હુમલાવર સ્ટોરમાં આવ્યો, ગોળીઓ ચલાવી અને સિગારેટનું પેકેટ લઈને ચાલ્યો ગયો… પરિવારમાં માતમ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

USAમાં વધુ એક ભારતીયની હત્યા, પરિવાર માટે રોજી રોટી કમાવવા ગયેલા યુવક પર સુપર માર્કેટમાં કર્યું ફાયરિંગ, સિગારેટ બની મોતનું કારણ

Dasari Gopikrishna Killed USA : છેલ્લા ઘણા મસયથી વિદેશમાં રહેતા ભારતીયોની હત્યાના મામલાઓ સતત સામે આવતા રહે છે, ત્યારે હાલ અમેરિકામાંથી પણ એક એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક સ્ટોરમાં લૂંટ દરમિયાન 32 વર્ષીય ભારતીય નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકની ઓળખ દશારી ગોપીકૃષ્ણ તરીકે થઈ છે. મૃતક આંધ્રપ્રદેશના બાપટલા જિલ્લાનો રહેવાસી હતો. તે આઠ મહિના પહેલા જ અમેરિકા આવ્યો હતો.

આ ઘટના 21 જૂને ડલાસના પ્લેઝન્ટ ગ્રોવમાં એક સ્ટોરમાં બની હતી. ગોપીકૃષ્ણ આઠ મહિના પહેલા સારી આજીવિકાની શોધમાં અમેરિકા ગયો હતો. ત્યાં એક સુપરમાર્કેટમાં કામ કરતો હતો. મળતી માહિતી મુજબ, 32 વર્ષીય ગોપીકૃષ્ણ શનિવારે બપોરે સ્ટોરના કાઉન્ટર પર હતા. આ દરમિયાન એક અજાણ્યો હુમલાખોર સ્ટોરમાં ઘૂસી ગયો હતો અને ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેણે સિગારેટનું જે પેકેટ જોઈતું હતું તે લીધું અને ચાલ્યો ગયો.

આ ફાયરિંગમાં કાઉન્ટરમાં હાજર ગોપીકૃષ્ણ ગંભીર રીતે ઘાયલ થઈને જમીન પર પડી ગયા હતા. જે બાદ લોકો તેને કોઈ રીતે હોસ્પિટલ લઈ ગયા, જ્યાં રવિવારે સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું. આ સમગ્ર ઘટના સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં હુમલાખોર ફાયરિંગ કરતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ગોપીકૃષ્ણ કર્લાપાલેમ મંડલના યઝાલીના વતની હતા. તેમના અકાળે અવસાનથી તેમની પત્ની અને પુત્ર સહિત સમગ્ર પરિવાર ઘેરા શોકમાં છે.

યઝાલી સમુદાય આ નુકસાન પર શોક વ્યક્ત કરી રહ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ગોપીકૃષ્ણના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને પીડિત પરિવારને તમામ શક્ય મદદની ખાતરી પણ આપી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે, તેમણે લખ્યું છે કે રાજ્ય સરકાર ગોપીકૃષ્ણના નશ્વર દેહને વતન લાવવા માટે શક્ય તમામ મદદ કરશે. હ્યુસ્ટનમાં ભારતીય દૂતાવાસે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel