પોરબંદર-કુતિયાણા હાઈવે પર કાર ચાલકે ગફતલભરી રીતે કાર હંકારતા એક જ પરિવારના 4 સભ્યોના થયા મોત

ગુજરાતમાં ઘણીવાર અકસ્માતોની ઘટના સામે આવતી રહેે છે. તેમાં કેટલીક વાર ઘણા લોકો જીવ ગુમાવતા હોય છે અને ઘણીવાર એવું બનતુ હોય છે કે આવા અકસ્માતનો ભોગ આખો પરિવાર બની જતી હોય છે. હાલમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે. હાલમાં જે અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે તે પોરબંદર-કુતિયાણા નેશનલ હાઇવેનો છે. જયાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાણાવડવાળા નજીક રબારી પરિવારને અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં બે જોડિયા બાળકો સહિત 3ના મોત નીપજ્યા હતા. કારે બાઇકને ઠોકર મારતા આ અકસ્માત સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં અતુલ અને અરજણ હુંણ નામના બે જોડિયા બાળકો અને રાણાભાઈ હુંણનું મોત નીપજ્યું. રાણા વડવાળાના ટુંબળાતોડ નેશમાં રહેતાં એક જ પરિવારના 3 સભ્યોના મોતથી ચકચાર મચી ગઇ છે. ઇજાગ્રસ્ત હાજા હુંણને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા..

ઘટનાની વિગત તપાસીએ તો, રાણાવડવાળા હાઇવે ફાટક પાસે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 4 સભ્યના મોત નિપજ્યા હતા. રાણાવડવાળા નજીક તુંબડતોડનેશમા રહેતા હાજાભાઈ કે જેમની ઉંમર 60 વર્ષીય છે, તેમના ભાઇ રાણાભાઈ કે જેમની ઉંમર 45 વર્ષ છે તે અને હાજાભાઈના પૌત્ર અરજન સરમણ અને અતુલ સરમણ નામના 5 વર્ષીય જુડવા બાળકો બાઇકમાં સવાર થઈ ઠોયાણા ગામે એક પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી તેઓ ઘરે જઇ રહ્યા હતા તે દરમિયાન વડવાળા હાઇવે ફાટક પાસે પહોંચ્યા હતા.

ત્યારે એક કાર કે જેનો નંબર GJ 25 AA 1904 છે, તેનો ચાલક પોતાની કાર પુરઝડપે ચલાવી રહ્યો હતો ત્યારે કાર બાઇક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં રાણાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર રીતે ઈંજા પામેલ અતુલ, અરજન અને હાજાભાઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે અતુલ અને અરજન નામના બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા જ્યારે હાજાભાઈની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે જામનગર રીફર કર્યા હતા પરંતુ જામનગર હોસ્પિટલે પહોંચે તે પહેલા જ હાજાભાઈનું પણ મોત નીપજ્યું હતું.

Shah Jina