નીતિન જાની બાદ સમાજસેવક પોપટભાઈ આહીર પણ બંધાયા મંગેતર સાથે ભવોભવના બંધનમાં, જુઓ લગ્નની તસવીરો
ગરીબોના મસિહા અને સમાજસેવક તરીકે જો પહેલુ નામ કોઇના મોઢે આવે તો એ છે ખજુરભાઇ એટલે કે નીતિનજાની. પરંતુ પોપટભાઈ આહીરે પણ સમાજસેવા તરીકે ઘણી નામના મેળવી છે. હાલમાં જ હજુ તો લોકલાડીલા ખજુરભાઇ મંગેતર મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાયા, ત્યાં હવે પોપટભાઈ આહિર પણ તેમની મંગેતર સાથે લગ્નના બંધનમાં બંધાયા છે. ખજુરભાઇની જેમ પોપટભાઇના પણ લવ મેરેજ નથી.પાયલ સાથે તેમની પહેલી મુલાકાત પરિવારજનોએ જ કરાવી હતી.
પોપટભાઈ આહીર પણ બંધાયા લગ્નના બંધનમાં
જેના બાદ લગ્ન માટે વાત આગળ વધી અને પાયલનો સ્વભાવ અને હંમેશા મદદ કરવાની ભાવનાના કારણે બંનેએ સગાઈ કરી લીધી હતી અને હવે તેઓ લગ્ન કરી ભવોભવના બંધનમાં બંધાયા છે.જણાવી દઇએ કે, હાલમાં જ પોપટભાઈ આહીરે લગ્ન પહેલા તેમના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જે વરઘોડાનો હતો અને આ વીડિયોમાં તેમના સગા સંબંધીઓ અને મિત્રો જોરદાર નાચી રહ્યા હતા. પોપટભાઈ પણ રાજા જેવા કપડામાં જોવા મળી રહ્યા હતા.
મંગેતર પાયલ સાથે કર્યા અરેન્જ મેરેજ
પોપટભાઈએ જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગમાં આ એક ખાસ વિધિ છે જેને વાના વિધિ કહેવામાં આવે છે. આ વિધિમાં મામાના ઘરે વાના ખાવા માટે જવાનું હોય છે. ઉલ્લેખનીય છે કે, નીતિન જાનીની જયારે મીનાક્ષી દવે સાથે સગાઈ થઇ હોવાની ખબર આવી કે થોડા દિવસ બાદ જ પોપટભાઈ આહીરની પણ સગાઈ થઇ હોવાની ખબરો સામે આવી હતી. પોપટપભાઈએ પાયલ સાથે સગાઈ કરી હતી.
સેવાકીય કાર્યોની નોંધ આખા ગુજરાતે લીધી
જો કે પાયલ કોણ છે અને ક્યાંની વતની છે તેના વિશે કોઈ માહિતી નથી. જો કે, હવે પોપટભાઇ પાયલ સાથે લગ્નના બંધનમાં બંધાઇ ચૂક્યા છે. એવું સામે આવ્યુ છે કે પોપટભાઇના લગ્ન સમૂહ લગ્નમાં થયા હતા. પોપટભાઈનું સાચું નામ રજનીભાઇ છે. પરંતુ તે આખા ગુજરાતમાં હવે પોપટભાઈ આહીર તરીકે ઓળખાય છે.
તેમણે કેટલાય લોકોની નર્ક જેવી જિંદગીને સ્વર્ગ જેવી બનાવી દીધી છે અને તેમના સેવાકીય કાર્યોની નોંધ આખા ગુજરાતે લીધી છે. જેના વીડિયો પણ તેઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે. પોપટભાઈને ચાહકો પણ ખુબ જ પ્રેમ મળતો આવ્યો છે.