વડોદરાની ક્ષમાના પોતાની જાત સાથે લગ્ન બાદ હવે પૂજાએ કર્યા ભગવાન વિષ્ણુ સાથે લગ્ન, કારણ જાણી તમે પણ રહી જશો સરપ્રાઇઝ

ભગવાન વિષ્ણુની દુલ્હન બની પૂજા! કારણ જાણી તમે પણ રહી જશો હેરાન, તસવીરો થઇ રહી છે વાયરલ જુઓ

હાલમાં રાજસ્થાનમાં એક અનોખા લગ્ન થયા, જેની ચર્ચા પૂરા દેશમાં થઇ. પોતાને રાજપૂત ખાનદાનની જણાવનારી 30 વર્ષિય પૂજા સિંહે જ્યારે વિષ્ણુ ભગવાનને પતિ માનીને સાત ફેરા ફર્યા, માંગમાં સિંદૂરની જગ્યા ચંદન ભર્યુ તો બધા તેના વખાણ કરી ઉઠ્યા. ભગવાન વિષ્ણુ સાથે થયેલા તેના આ અનોખા લગ્નની તસવીરો ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાઇ હતી.
રાજસ્થાનના ગોવિંદગઢની પૂજા સિંહે 8 ડિસેમ્બરના રોજ સંપૂર્ણ હિંદુ વિધિ સાથે શાલિગ્રામજી સાથે લગ્ન કર્યા હતા.

પોલિટિકલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલી પૂજાના ઘરે ચાર દિવસ સુધી લગ્ન જેવો જશ્ન મનાવવામાં આવ્યો હતો. તેઓએ માત્ર હલ્દી જ નહીં પરંતુ મહેંદી, ફેરા અને વિદાયની વિધિ પણ કરી હતી. નૃહસિંહપુરા ખાતે યોજાયેલા આ અનોખા લગ્નમાં 311 લોકોને દાવત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પૂજા સિંહ ભગવાન વિષ્ણુ એટલે કે શાલિગ્રામ સાથે લગ્ન કરવા માટે દુલ્હનની જેમ તૈયાર થઈ. પરિવારના લોકોએ શુભ ગીતો પણ ગાયા હતા.

પંડિતજીએ પણ મંત્રોચ્ચાર કરીને લગ્નમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભગવાન શાલિગ્રામ સાથે લગ્નના આ નિર્ણય અંગે પૂજાએ કહ્યું કે તેના પિતા આનાથી ખૂબ નારાજ હતા પરંતુ માતા તૈયાર હતી. પૂજાએ તેની માતાને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે ફક્ત ભગવાન સાથે જ લગ્ન કરશે, જેના પર માતાએ સંમતિ આપી હતી. ભગવાન વિષ્ણુ સાથે લગ્ન બાદ પૂજા સિંહની સરખામણી કેટલાક લોકો મીરા સાથે કરી રહ્યા છે. જણાવી દઈએ કે કૃષ્ણની ભક્ત મીરા પણ રાજસ્થાનના મેડતાની રહેવાસી હતી,

એટલા માટે કેટલાક લોકો તેને બીજી મીરા કહી રહ્યા છે, તો ક્યાંક તેની ટીકા કરી રહ્યા છે. પૂજા સિંહના ભગવાન વિષ્ણુ સાથેના લગ્નના ફોટા વાયરલ થયા પછી, તેણે લોકોને વિનંતી કરી કે તે મીરા સાથે તેની તુલના ન કરે. આ ઉપરાંત તેણે ભગવાન સાથે લગ્ન કરવાનું બીજું કારણ જણાવ્યું. તેણે કહ્યું કે તેની કુંડળીમાં મંગલ દોષને કારણે તેણે લગ્ન કર્યા છે. આલોચના થયા બાદ પૂજાએ લોકોની માફી માંગી હતી.

તેણે કહ્યું કે કુંડળીમાં મંગલ દોષ દૂર કરવા માટે જ તેણે તમામ વિધિ સાથે લગ્ન કર્યા હતા. તેણે કહ્યુૃ- જો આનાથી કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું બધાની માફી માંગુ છું. પૂજા સિંહ સોશિયલ મીડિયા સ્ટાર છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર 44 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેના ફોટા અને વિડીયો લોકોને પસંદ આવે છે અને દરરોજ પૂજાની નવી સ્ટાઇલ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

પૂજા સિંહના પિતા BSFમાંથી નિવૃત્ત છે અને હાલમાં મધ્ય પ્રદેશમાં સુરક્ષા એજન્સી ચલાવે છે. બીજી તરફ, પૂજાની માતા ગૃહિણી છે અને તેના ત્રણ નાના ભાઈઓ છે. ભગવાન વિષ્ણુ સાથે લગ્ન કરનાર પૂજા સિંહ કહે છે કે તે બાળપણથી જ ભગવાનમાં વિશ્વાસ રાખે છે. તે સતત ભગવાન વિષ્ણુની પૂજા કરતી રહી છે.

Shah Jina