શાકભાજી વેચવા પર થપ્પડ મારવા લાગ્યો પોલીસવાળો, પગે પડ્યો તો માર્યો પંચ વીડિયો વાયરલ…

ઘણી વખત લોકો માણસની લાચારી સમજી શકતા નથી અને તેની ગરીબી અને લાચારીનો લાભ ઉઠાવે છે.ઘણી વખત પોલીસ કર્મચારી જોડે આપણે સમસ્યા લઈને જતા હોઈએ છે પરંતુ કેટલાક એવા પણ છે જે તે સમયની મજબૂરી તરફ ધ્યાન આપતા નથી.

એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પોલીસ કર્મચારી લોકડાઉનમાં શાકભાજી વેચતા વ્યક્તિને માર મારે છે એટલું જ નહિ પરંતુ તેના ત્રાજવા પણ લઇ ને જતો રહે છે.

વધતા કોરોનાવાયરસને કારણે દેશના ઘણા ભાગોમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું, જેમાં ઘણા સ્થળોએ કર્ફ્યુ લગાવાયો છે. આવી સ્થિતિમાં, જો કોઈ તેનું ઉલ્લંઘન કરે છે, તો તેના પર કાર્યવાહી કરવાના આદેશો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, જોઈ શકાય છે કે પોલીસ એક શાકભાજી વેચનારની લારી જોડે પહોંચે છે અને થેલાથી બાંધેલું ત્રાજવું તોડી નાખે છે.ત્રાજવા તેના પગથી તોડ્યા પછી શાકભાજીવાળો નજીક આવી જતાં તેને જોરથી થપ્પડ મારે છેઅને પછી ત્રાજવાને બાઇક ઉપર મુકવા જાય છે.આ દરમિયાન, શાકભાજીવાળો વિનંતી કરે છે અને તે તેના ત્રાજવા પાછા માંગે છે પરંતુ તે એક વાર પણ સાંભળતો નથી અને ફરીથી તેને ધક્કો મારે છે.

 

View this post on Instagram

 

A post shared by (@shiv_thakur6398)

Patel Meet