પોલીસકર્મીની પત્નીને પરીક્ષા હોલમાં થયો અન્ય પરીક્ષાર્થી સાથે પ્રેમ, પછી બંનેએ સાથે મળીને જુના પ્રેમી સાથે જે કર્યું તે જાણીને

પોલીસની ઘરવાળીને 20 વર્ષ મોટા પુરુષ સાથે થયો પ્રેમ, પછી સપનામાં વિચારી ન શકો એવો કાંડ કરી બેઠી

આજના સમયમાં લગ્નેત્તર સંબંધોના ઢગલાબંધ કિસ્સાઓ આપણી આસપાસ મળી જાય છે, સોશિયલ મીડિયા અને સમાચારમાં પણ અવાર નવાર ખબરો આવતી રહે છે કે પ્રેમ સંબંધોમાં કોઈ ઉપર હુમલો કરવામાં આવ્યો, કોઈને મારી નાખવામાં આવ્યા, ત્યારે હાલ એવો જ કિસ્સો ખુબ જ ચર્ચામાં છે, જેમાં પોલીસકર્મીની પત્ની પરીક્ષા આપવા માટે ગઈ અને તેની આંખ એક યુવક સાથે મળી ગઈ જેના બાદ ભયંકર પરિણામ સામે આવ્યું.

આ ઘટના બની છે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં. જ્યાંના રુદાવલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ બરોદામાં 18 નવેમબરના રોજ મલખાનનું શબ મળવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. હત્યાની આ વારદાતને એક પોલીસકર્મીની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને અંજામ આપ્યો હતો. માળખાન આરોપી મહિલાનો જૂનો પ્રેમી હતો.

તપાસમાં માલુમ પડ્યું કે 30 વર્ષીય પૂજાને તેનાથી 20 વર્ષ મોટા 50 વર્ષીય વ્યાપારી સાથે પ્રેમ સંબંધ હતો. થોડા દિવસ પહેલા થયેલી REETની પરીક્ષામાં તેને નવો પ્રેમી મળી ગયો. આ વાત જયારે પૂજાએ વેપારીને જણાવી ત્યારે મહિલાને ગામની અંદર બદનામ કરવાની ધમકી આપવામાં આવી. જેના બાદ પૂજાએ તેના નવા પ્રેમી સાથે મળીને વ્યાપારીની હત્યા કરી નાખી હતી.

પોલીસે પૂજાની ધરપકડ કરી લીધી છે. તેનો નવો આશિક હજુ પોલીસની પકડથી દૂર છે. એસપી દેવેન્દ્ર કુમાર વિશ્નોઇએ બુધવારના રોજ આ મામલાનો ખુલાસો કર્યો હતો. પૂજાએ જણાવ્યું કે તેના મલખાન સાથે લગભગ 2 વર્ષ સુધી સંબંધો હતા. પૂજાના લગ્ન 2016માં થયા હતા. તેના બે બાળકો પણ છે. પૂજાનો પતિ પોલીસમાં છે અને તે બહાર નોકરી કરે છે.

પૂજા જયારે રીટની પરીક્ષા આપવા માટે ગઈ ત્યારે તેની સાથે ગામનો જ એક યુવક પણ હતો. એક જ ગામના હોવાના કારણે બંને વચ્ચે વાતચીત શરૂ થઇ. બંને વચ્ચે વાતચીત એટલી આગળ વધી ગઈ કે તેમની વચ્ચે અવૈધ સંબંધ પણ બની ગયો. મહિલા ઘણા દિવસ સુધી મલખાનને પણ મળતી રહી અને તેના બીજા આશિકને પણ મળતી રહી. જેના બાદ બંનેએ ભેગા મળીને મલખાનને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવી દીધો.

Niraj Patel