પાર્ટીના રંગમાં પડ્યો ભંગ: જુઓ ડાન્સ કરી રહેલા લોકોને પોલીસે કેવો મેથીપાક ચખાડ્યો,જોઈને હસી હસીને પેટ દુઃખી જશે

કોરોનાની બંને લહેરો શાંત થયા બાળફ હવે ત્રીજી લહેરના પડઘા વાગી રહ્યા છે. સમગ્ર દેશની અંદર કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે પ્રસાશન દ્વારા પણ કેટલાક નિયમો લાદી દેવામાં આવ્યા છે, જેમાં નાઈટ કર્ફ્યુનો પણ સમાવેશ થાય છે, પરંતુ ઘણા લોકોને આવી પાબંધીઓથી કોઈ ફર્ક નથી પડતો.

ક્જે લોકો નિયમોનું પાલન નથી કરતા એવા લોકોને પોલીસ પાઠ ભણાવતી હોય છે, જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા આપણે જોયા હશે, ત્યારે હવે કોરોનાના કેસ વધવાના કારણે પોલીસ પણ સજાગ બની છે અને લોકોને પાઠ ભણાવવા લાગી છે, જેનો એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મોટાભાગે આપણે જોયું છે કે કોઈ પાર્ટી હોય કે પછી કોઈ વરઘોડો નીકળી રહ્યો હતો, લોકો રસ્તા વચ્ચે મસ્ત બનીને ડીજે અને બેન્ડ વાજાના તાલ ઉપર ઝુમતા હોય છે. પરંતુ પ્રસાશન દ્વારા કેટલાક સ્થળો ઉપર રાત્રે 10 વાગ્યા પછી ડીજે વગાડવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે, છતાં પણ કેટલાક લોકો નિયમોને અજાણ્યા કરીને ડીજેના તાલ ઉપર નાચતા હોય છે.

વાયરલ વીડિયોમાં પણ એવું જ કંઈક જોવા મળી રહ્યું છે, જેમાં કેટલાક લોકો ડીજેના તાલ ઉપર ઝૂમી રહ્યા છે, નાચવામા એ લોકો એટલા મશગુલ છે કે તેમને દુનિયાનું પણ ભાન નથી કે ના કોરોનાનું ભાન છે, પરંતુ ત્યારે જ ત્યાં એન્ટ્રી થાય છે પોલીસની. પોલીસને જોતા જ કેટલાક લોકો ભાગી પણ જાય છે.

પરંતુ કેટલાક લોકો તો ડાન્સમાં એવા ખોવાયેલા હોય છે કે તેમને ભાન પણ નથી હોતું કે પોલીસ આવી ગઈ છે, જેના બાદ પોલીસ પોતાના ડંડાથી એ લોકોને ફટકારવાનું શરૂ કરે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો પોસ્ટ કરવાની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે “મળી ગયો પ્રસાદ”.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જો કે આ વીડિયો ક્યારે બન્યો છે અને કઈ જગ્યાનો છે તેના વિશે કોઈ માહિતી મળી રહી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા તો પૂછવામાં આવ્યું કે, “આવી ગઈ મજા ?” તો આ ઉપરાંત પણ ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel