કિશન ભરવાડ હત્યાકાંડની તપાસ કરી રહેલી પોલીસના હાથે લાગી મોટી સફળતા, જે પિસ્તોલથી ગોળી ચલાવવામાં આવી હતી તે બંદૂક અને બાઈક બંને મળી આવ્યા

ધંધુકામાં થયેલા માલધારી યુવક કિશન ભરવાડની હત્યાકાંડની તપાસમાં પોલીસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આ મામલાની તપાસ ATS દ્વારા પણ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી પોલીસને ઘણી એવી સફળતા પણ મળી છે અને ઘણા બધા ખુલાસાઓ પણ સામે આવ્યા છે.

ત્યારે હાલ મળતી માહિતી પ્રમાણે કિશનની હત્યા કરવા માટે આરોપીઓએ જે બાઇકનો ઉપયોગ કર્યો હતો અને કિશનને જે પિસ્તોલથી ગોળી મારવામાં આવી હતી, તે બંને વસ્તુઓ પોલીસના હાથે લાગે ગઈ છે. પોલીસને આ પિસ્તોલ સર મુબારક દરગાહ પાછળ આવેલા ખુલ્લા મેદાનમાંથી મળી આવી હતી. ત્યારે હવે પોલીસને મળેલ આ હથિયાર અને બાઈક બંને જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કિશન હત્યાકાંડના તાર સીધા પાકિસ્તાન સાથે પણ જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. કિશનની હત્યા પાછળ પાકિસ્તાનના તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન જવાબદાર હોવાનું ખુલ્યું છે. આ સંગઠનનો સીધો જ સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટરવાદી હતો.

Niraj Patel