રસ્તા પર સુપર બાઈક લઈને સ્ટન્ટ બાજી કરવી યુવકને પડી ભારે, પોલીસે બાઈક જપ્ત કરવાની સાથે કર્યું એવું કામ કે… જુઓ વીડિયો
આજના સમયમાં સ્ટન્ટબાજી કરવી એ યુવાનોનો શોખ બની ગયો છે અને ઘણા યુવાનો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અલગ અલગ સ્ટન્ટ પણ કરતા હોય છે. પરંતુ ઘણીવાર તેમના સ્ટન્ટ ઊંધા પણ સાબિત થાય છે. ક્યારેક તે અકસ્માતનો ભોગ બનતા હોય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે અથવા તો પછી પોતાનો જીવ ગુમાવે છે તો ઘણીવાર આવા સ્ટન્ટ બાજોના વીડિયો વાયરલ થતા પોલીસ તેમને પાઠ પણ ભણાવતી હોય છે.
ત્યારે ઉત્તરાખંડ પોલીસે એવા જ એક બાઇક સાથે સ્ટંટ કરતા યુટ્યુબર પર કાર્યવાહી કરી છે. યુટ્યુબરની બાઇક જપ્ત કરવાની સાથે તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. યુટ્યુબરે પોતે આ સ્ટંટનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે મામલાની નોંધ લીધી હતી. આ ઘટનાને લઈને ઉત્તરાખંડ પોલીસે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં સ્ટંટમેનને માફી માંગતો બતાવવામાં આવ્યો છે.
આ ટ્વીટમાં લખ્યું છે “વ્લોગરે રેશ ડ્રાઇવિંગ અને બાઇક પર સ્ટંટ કરવાનો વીડિયો બનાવ્યો અને લાઇક્સ અને સબસ્ક્રાઇબર્સ વધારવા માટે યુટ્યુબ પર પોસ્ટ કર્યો. દેહરાદૂન પોલીસે બાઇક કબજે કરી સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. માફી માંગતી વખતે, યુટ્યુબરે સામાન્ય લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.”
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે કેટલાક યુવકો બાઇક સાથે સ્ટંટ કરી રહ્યા છે. તેમાંથી એક યુવક ખૂબ જ બેફામ રીતે બાઇક ચલાવી રહ્યો છે. તેણે આગળનું વ્હીલ ઉપાડ્યું છે. આ દરમિયાન રસ્તા પર ઘણી અવરજવર છે. બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે. એક જગ્યાએ યુવક ‘પોલીસ પાછળ પડી ગઈ છે, અહીંથી નીકળી જા’ કહેતો જોવા મળે છે.
View this post on Instagram
જોકે, વીડિયોના આગળના ભાગમાં તે પોલીસના હાથે ઝડપાઈ ગયો અને હાથ જોડીને માફી માંગતો જોવા મળે છે. તે કહે છે કે તેણે ભૂલ કરી છે અને તે ફરી ક્યારેય આવા સ્ટંટ નહીં કરે. યુવકે અન્ય લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી. આ ક્ષણે, ટ્રાફિક નિયમ તોડનારાઓને સૂચના આપતી વખતે, ઉત્તરાખંડ પોલીસે કહ્યું કે જો તમે ખોટી રીતે વાહન ચલાવો છો, તો મોટર વાહન અધિનિયમની કલમ 184, 189 અને IPCની કલમ 279 હેઠળ તમારી સામે કાર્યવાહી અને દંડ થઈ શકે છે.