25થી 30 મિનિટ સુધી ગ્રીષ્મા હત્યારા ફેનીલનાં ચુંગલમાં રહી, બૂમો પાડતી રહી, રિકન્સ્ટ્રક્શનમાં ઘટનાને દોહરાવતા નફ્ફટના ચહેરા ઉપર જરા પણ લાજ નહોતી

સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ બનેલા ફેનિલ ગોયાણી નામના યુવાને માસુમ ફૂલ જેવી 21 વર્ષની ગ્રીષ્માની સરેઆમ હત્યા કરી નાખી હતી, આ ઘટના બાદ તેને પણ પોતાના શરીર ઉપર છરીના ઘા માર્યા હતા અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેને પોલીસે ધરપકડમાં લીધો અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાં તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા.

હવે ગઈકાલે કોર્ટમાંથી રિમાન્ડ મળ્યા બાદ આ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં હત્યાના દિવસે આરોપી ફેનિલ જે જે જગ્યા ઉપર ગયો હતો તે તમામ જગ્યાએ તેને લઇ જવામાં આવ્યો. અંતમાં તેને જે જગ્યાએ ફૂલ જેવી ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું ત્યાં પણ તેને લાવવામાં આવ્યો અને જે પ્રકારે તેને હત્યાને અંજામ આપ્યો એ આખી ઘટના દોહરાવવામાં આવી હતી.

ગ્રીષ્માના ઘરની બહાર ફેનિલને રિકન્સ્ટ્રકશન કરવા માટે પોલીસ લઈને આવી ત્યારે ગ્રીષ્માના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ સમયે કોઈ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે થઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ગ્રીષ્માની હત્યા સમયે ફેનિલે 25થી 30 મિનિટ સુધી ખૂની ખેલ ખેલ્યો હતો.

ફેનિલે જયારે ગ્રીષ્માના ગળા ઉપર ચપ્પુ મૂક્યું ત્યારે ગ્રીષ્મા મને છોડી દે… ની બૂમો પાડવા લાગી હતી. ત્યારે ફેનિલ પણ મોટેથી મને મારવા કોને મોકલેલા એમ બોલી રહ્યો હતો અને છેલ્લે તેને ગ્રીષ્માનું ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જેના બાદ ફેનિલે ગ્રીષ્માની લાશ પાસે જ ઉભા રહીને માવો ખાધો હતો અને તેના મિત્રને ફોન કર્યો હતો.

એસઆઈટીની ટિમ ગત ગુરુવારના રોજ ફેનિલને સરકારી જીપમાં બેસાડી પ્રથમ કાપોદ્રા ખાતે સાયબરની ઓફિસ ઉપર થઈને અમરોલી કોલેજ પહોંચ્યા હતા. જ્યાં ફેનિલે કોલેજમાં ગ્રીષ્માની બહેનપણીને કહ્યું હતું કે મારે તેને (ગ્રીષ્મા)ને મળવું છે. જેના બાદ તેને ગ્રીષ્માના માસી રેણુકા સાથે પણ માથાકૂટ કરી હતી. પોલીસે અગાઉના સીસીટીવી ફૂટેજ કોલજ ખાતેથી કબ્જે પણ કરી લીધા છે.

હત્યાના દિવસે ફેનિલ કોલજમાં ગયા બાદ ગ્રીષ્માનું ઘર જે સોસાયટીમાં આવેલું છે તે લક્ષ્મીધામ સોસાયટીમાં ચારથી પાંચ વાર આંટા માર્યા હતા. જેના બાદ ગ્રીષ્માના મોટા પપ્પા સુભાષ વેકરીયા અને ગ્રીષ્માનો ભાઈ ધ્રુવ ફેનિલને સમજાવવા માટે ગયા હતા, ત્યારે મગજ ઉપર ગુસ્સો લઈને આવેલા ફેનિલે તેના મોટા પપ્પાના પેમ ચપ્પાથી ઘા કરી દીધો હતો અને ગ્રીષ્માનો ભાઈ ધ્રુવ વચ્ચે પડતા તેને પણ હાથમાં ઇજા થઇ હતી અને માથાના ભાગે પણ ચપ્પુ મારી દીધું હતું.

જેના બાદ ગ્રીષ્મા વચ્ચે પડતા ફેનિલે તેને પકડી લીધી હતી અને ગળાના ભાગે ચપ્પુ મૂકી દીધું હતું. જેના બાદ લોકોની સામે જ 25થી 30 મિનિટ સુધી ફેનિલે ખૂની ખેલ ખેલ્યો હતો અને અંતે ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું. પોલીસે આ તમામ વિગતોના સીસીટીવી ફૂટેજ સામ્યતા ચકાસી પૂર્વક એકત્રિત કર્યા હતા. હાલ પોલીસે વોઇસ સ્પેકટ્રોગ્રાફી માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel