ટ્રાફિક પોલીસની ઘોર બેદરકારી-કારમાં હેલ્મેટ ન પહેરવા પર કાપ્યું ચલણ, લગાવ્યો આટલા રૂપિયાનો દંડ

વધતા જતા વાહનોના અકસ્માત અને દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને સરકારે ઘણા નિયમો લાગુ  કર્યા હતા. જેમ કે કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવો કે પછી બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું. હેલ્મેટ પહેર્યા વગર બાઈક ચલાવવી કાનૂની રીતે દંડનિય માનવામાં આવે છે અને તેના માટે ચલણ પણ કપાઈ શકે છે. જો કે બાઈક પર હેલ્મેટ ન પહેરવા પર કે કારમાં સીટ બેલ્ટ ન  બાંધવા પર ચલણ કાપવાનો મામલો તો તમે સાંભળ્યો જ હશે પણ હાલમાં કેરળમાંથી એવો  વિચિત્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં કેરળ પોલીસે એક વ્યક્તિને કાર  ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવાને લીધે ચલણ કાપ્યું હતું. (અહીં લીધેલી તસવીરો પ્રતીકાત્મક છે).

Representative Image

હાલના સમયમાં આ ટ્રાફિક પોલીસની ખુબ ચર્ચા થઇ રહી છે.ઘટના કેરળના તિરુવનંતપુરમની છે. જ્યા પોલીસે એક કાર ડ્રાઇવરને હેલ્મેટ ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઘટના હાલ ખુબ વાયરલ થઇ રહી છે અને લોકો ટ્રાફિક પોલીસને ટ્રોલ કરી રહ્યા છે.વાત કંઈક એવી છે કે વાસ્તવમાં પોલીસે બાઈક પર જઈ રહેલા બે વ્યક્તિનું ચલણ કાપ્યું હતું. બાઈક પર પાછળ બેઠેલા વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું  ન હતું માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. પણ રિલીઝ કરેલા ચલણમાં અજિત નામના વ્યક્તિની બાઇકને બદલે મારુતિ સુઝુકી અલ્ટોનું પંજીકરણ કરવામાં આવ્યું હતું.આવું એટલા માટે બન્યું કે બાઈક અને મારુતિ સુઝુકી અલ્ટોનાં પાછળના બે અંક સિવાય દરેક અંક સમાન હતા.

Representative Image

ચલણમાં વાહનનો ઉલ્લેખ મોટર કારના રૂપે કરવામાં આવ્યો છે,જો કે વાસ્તવમાં ચલણ બાઈકનું બનવાનું હતું.પુરી ઘટનામાં અજિતનો કંઈ લેવા દેવા ન હતો છતાં પણ તેને દંડ ફટકારવામાં આવ્યો.આ ના સમજીને લીધે અજિતને ખુબ પરેશાન થવું પડ્યું અને સાથે જ તેને આ ભુલને ઠીક કરવા માટે પોલીસ અધિકારીઓનો સંપર્ક પણ કરવો પડશે.અજિતે મીડિયાને કહ્યું કે તે આ મામલામાં મોટર વાહન વિભાગમાં આધિકારિક ફરિયાદ દર્જ કરાવશે. જ્યારે જવાબમાં કેરળ ટ્રાફિક પોલીસે કહ્યું કે આ ભૂલ એક ટાઇપોગ્રાફિકલ ખામીને લીધે બની હશે, જ્યારે ચલણ બનવવા માટે પંજીકરણ સંખ્યાને સિસ્ટમમાં દર્જ કરવામાં આવી રહી હતી.

Krishna Patel