વડોદરા બોટ દુર્ઘટના : ન્યૂ સનરાઈઝ સ્કૂલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકના મોત

વડોદરાવાસીઓ માટે ગઇકાલનો દિવસ એટલે કે ગુરુવારનો દિવસ ગોઝારો સાબિત થયો. પિકનિક પર ગયેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકોની બોટ પલટી મારી જતા 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા. ત્યારે હવે સ્કૂલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બેરિકેડિંગ લગાવી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દુર્ઘટના બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

આનંદ ઉલ્લાસ કરવા ગયેલા ન્યુ સનરાઇઝ સ્કૂલના બાળકો દુર્ઘટનાનો શિકાર બન્યા હતા અને મોટી કરુણાંતિકા ઘટી હતી. બનાવ બાદ શાળા પર બેરિગેટ ગોઠવી દેવામાં આવ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો. પ્રાપ્ત જાણકારી અનુસાર, વડોદરા હરણી બોટ અકસ્માતમાં મેજીસ્ટ્રેટને તપાસ સોંપાવના નિર્ણય પછી તપાસનો ધમધમાટ શરુ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ 18 સામે ફરિયાદ નોંધાઇ છે.

જેમાં બીનીત કોટીયા, હિતેષ કોટીયા, ગોપાલદાસ શાહ, વત્સલ શાહ, દિપેન શાહ, ધર્મીલ શાહ, રશ્મિકાંત સી.પ્રજાપતિ, જતીનકુમાર હરીલાલ દોશી, નેહા ડી.દોશી તેમજ તેજલ આશિષકુમાર દોશી, ભીમસિંગ કુડિયારામ યાદવ, વૈદ પ્રકાશ યાદવ, ધર્મીન ભટાણી, નુતનબેન પી.શાહ, વૈશાખીબેન પી.શાહ, મેનેજર હરણી લેકઝોન શાંતિલાલ સોલંકી અને બોટ ઓપરેટર નયન ગોહિલ તેમજ બોટ ઓપરેટર અંકિતનો સમાવેશ થાય છે.

Shah Jina