Oneplus બાદ હવે આ કંપનીના મોબાઇલમાં પણ થયો બ્લાસ્ટ, તસવીર જોઇને ધ્રુજી ઉઠશો

દેશમાં સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. થોડા સમય પહેલા વનપ્લસ નોર્ડમાં આવી ઘટના બની હતી, ત્યારબાદ પોકોનું નામ પણ હવે આ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે. મહેશ નામના યુઝરે Poco M3 સ્માર્ટફોનની બળી ગયેલી બેક પેનલનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. તેણે લખ્યું કે મારા ભાઈના પોકો એમ3માં આજે સવારે બ્લાસ્ટ થયો હતો. ફોનમાં બ્લાસ્ટ કયા કારણોસર થયો તેની માહિતી તેમણે આપી નથી. જોકે, બાદમાં તેણે સોશિયલ મીડિયા પરથી તેની ટ્વીટ હટાવી દીધી હતી. POCO કહે છે કે તે ઘટનાની તપાસ કરી રહી છે.

હાલમાં જ એક ટ્વિટર યુઝર કે જે પીડિતાનો ભાઈ છે @Mahesh08716488 એ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે તેણે લખ્યું છે કે મારા ભાઇનો Poco M3 મોબાઈલ ફાટ્યો છે. આ ટ્વીટમાં ક્યા ફોનમાં વિસ્ફોટ થયો તેની તો માહિતી આપવામાં આવી છે અને સાથે સાથે Poco M3ની એક તસવીર પણ શેર કરવામાં આવી છે, જેમાં ફોન બળી ગયેલો દેખાય છે.
પોકો ઈન્ડિયાનું કહેવું છે કે ગ્રાહકોની સુરક્ષા અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અમે આવી બાબતોને ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ. અમારી ટીમ કારણ શોધવા માટે મામલાની તપાસ કરી રહી છે અને ખાતરી કરે છે કે મામલો વહેલામાં વહેલી તકે ઉકેલાઈ જાય.

આ સાથે, કંપની એ પણ કહે છે કે અમારા તમામ ઉપકરણો ઉપકરણની ગુણવત્તાની ખાતરી કરવા માટે ગુણવત્તા પરીક્ષણોના ઘણા સ્તરોમાંથી પસાર થાય છે. કંપની કોઈપણ સ્તરે ઉપકરણની ગુણવત્તા સાથે સમાધાન કરતી નથી. હાલમાં, કોઈ માહિતી આપવામાં આવી નથી કે જે યુઝર્સનો ફોન બ્લાસ્ટ થયો છે તેને નુકસાન થયું છે કે નહીં. તમે જોઈ શકો છો કે Poco M3 મોબાઈલ બ્લાસ્ટ પછીની તસવીર, ફોનની પાછળની પેનલ સંપૂર્ણપણે બળી ગઈ છે અને ફોનને જોતા સ્પષ્ટ થાય છે કે ફોન રિપેર થાય તેવી સ્થિતિમાં નથી.

પ્રતિકાત્મક તસવીર

જ્યારે પીડિત યુઝરના ભાઈએ પોકો એમ3 બ્લાસ્ટ પર આ બાબતને ટ્વીટ કરી ત્યારે એક્શન મોડમાં આવેલી પોકો ઈન્ડિયા સપોર્ટ ટીમે પણ ટ્વીટના જવાબમાં લખ્યું કે મહેશ અમને એ જાણીને દુઃખ થાય છે કે તમે ફોન બ્લાસ્ટની સમસ્યાનો સામનો કરી રહ્યા છો. કંપનીએ યુઝરને ખાતરી આપી છે કે આ મુદ્દામાં શ્રેષ્ઠ ઉકેલ આપવામાં આવશે. ઘણા સવાલો હજુ પણ ઉઠી રહ્યા છે કે Poco M3 બ્લાસ્ટ માટે કોણ જવાબદાર છે, ફોનનો માલિક કે કંપની? આવા અનેક સવાલો મનમાં ઘૂમી રહ્યા છે.

Shah Jina