PM મોદીના રોડ શોમાં યોજાયો અદ્ભુત નજારો, મોદીની એક ઝલક જોવા માટે લોકો ત્રીજા માળે ચઢી ગયા, પણ આ દરમિયાન જ સુરક્ષામાં જોવા મળી મોટી ચૂક… જુઓ વીડિયો

વડાપ્રધાન મોદીને જોવા માટે ઉમટી હજારોની ભીડ, ફૂલો વરસાવ્યા, ત્યારે જ એક યુવક સુરક્ષા ઘેરાને તોડી સીધો જ પીએમ પાસે… જુઓ વીડિયો

પીએમ મોદીનો ચાહકવર્ગ ખુબ જ વિશાળ છે, દુનિયાભરમાં તેમના ચાહકો તેમની એક ઝલક જોવા માટે પણ આતુર હોય છે. દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાં મોદીજીનું નામ લેવામાં આવે છે. તેમનો રોડ શો યોજાતો હોય ત્યારે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે અને તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે પણ આતુર હોય છે. હાલ એવો જ નજારો જોવા મળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ નેશનલ યુથ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પહેલા રોડ શો પણ કર્યો હતો. આ દરમિયાન રસ્તાની બંને બાજુ કતારોમાં ઉભેલા લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમની ચાલતી કારના રનિંગ બોર્ડ પર ઊભા રહીને મોદીએ ભીડને હાથ લહેરાવ્યો અને તેમનું અભિવાદન સ્વીકાર્યું.

આ દરમિયાન રસ્તાની બંને બાજુ ઉભેલા ઘણા લોકો “મોદી, મોદી” અને “ભારત માતા કી જય” ના નારા લગાવતા જોવા મળ્યા હતા. કેટલાક સ્થળોએ લોકોએ ફૂલોની પાંખડીઓ વરસાવી હતી કારણ કે તેમનો કાફલો ધીમે ધીમે રસ્તા પરથી પસાર થતો હતો. આ દરમિયાન ઘણા લોકો ત્રણ માળની ઇમારત પર ચઢેલા પણ જોવા મળ્યા હતા. ત્યારે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક મોટો મામલો સામે આવ્યો છે.

કર્ણાટકના હુબલીમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન તેઓ ખુલ્લી કારમાં ઉભા રહીને લોકોનું અભિવાદન કરતા હતા ત્યારે જ અચાનક એક યુવક તેમની તરફ દોડે છે અને પીએમની ખૂબ નજીક પહોંચી જાય છે. યુવક વડાપ્રધાનને ફૂલોની માળા આપવા માંગતો હતો, આ માટે તે વિચાર્યા વગર SPG કોર્ડન તોડીને પીએમ મોદી પાસે પહોંચ્યો. આ જોઈને SPG કમાન્ડો એક્શનમાં આવી ગયા અને યુવકને પીએમથી દૂર લઈ ગયા. જેનો વીડિયો પણ હાલ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel