મનોરંજન

PM મોદીજીએ અનુષ્કા શર્મા માટે સ્પેશિયલ આ વાત કહી, માતા-પિતા બનવા પર કહી મનને ગદગદ કરી દેનારી વાત

ગઈકાલ એટલે કે 18સપ્ટેમ્બરના રોજ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ હતો. 70 માં જન્મદિસવ નિમિતે મોદીજીને ક્રિકેટ જગત, ખેલ જગતની હસ્તીઓની સાથે સાથે સામાન્ય જનતાની પણ શુભકામના મળી છે.

Image Source

શુભકામના આપવામાં ટૂંક સમયમાં જ માતા-પિતા બનવા જઈ રહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ શામિલ છે. બંન્નેએ ટ્વીટર દ્વારા મોદીજીને જન્મદિસવની શુભકામના પાઠવી હતી. મોદીજીએ પણ આ ટ્વીટનો ખુબ શાનદાર રીતે જવાબ આપ્યો હતો જે હાલના સમયમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Image Source

વિરાટ-અનુષ્કાએ જન્મદિવસની શુભકામના આપતા લખ્યું કે,”દેશના સન્માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ”.

Image Source

મોદીજીએ પણ તેનો શાનદાર જવાબ આપતા લખ્યું કે,”ખુબ ખુબ આભાર વિરાટ કોહલી. હું અનુષ્કા શર્મા અને તમને શુભકામના આપવા માંગુ છું. મને વિશ્વાસ છે કે તમે એક બેસ્ટ માતા-પિતા બનશો”.

વર્ષ 2021 માં અનુષ્કા બાળકને જન્મ આપશે. અમુક દિવસો પહેલા જ અનુષ્કાએ સમુદ્ર કિનારે ઊભીને બૅબી બમ્પની તસ્વીર શહેર કરી હતી. જેમાં તે બૅબી બમ્પ સામે જોઈને હળવું સ્મિત આપી રહી છે અને લખ્યું કે,”પોતાની અંદર જીવનનું નિર્માણનો અનુભવ કરવાથી વધારે વાસ્તવિક અને વિન્રમ કઈ પણ નથી. જયારે તે તમારા નિયંત્રણના નથી તો પછી વાસ્તવમાં શું છે?’ અનુષ્કા શર્માની આવી પોસ્ટ પર વિરાટે લખ્યું કે,”એક ફ્રેમમાં મારી દુનિયા”.

Image Source

અનુષ્કા વિરાટે લાંબા સમય સુધી એકબીજા સાથે ડેટ કર્યા પછી વર્ષ 2017 માં ઇટલીમાં લગ્ન કર્યા હતા. પિન્ક કલરના લહેંગામાં અનુષ્કા ખુબ જ સુંદર લાગી રહી હતી.

Image Source

અનુષ્કા છેલ્લી વાર શાહરુખ ખાન સાથેની ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી. ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. જેના પછી અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસના બૈનર આધારે બનેલી ફિલ્મ ‘બુલબુલ’ ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.