મોદી માટે વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનર:સ્પાઈસ્ડ મિલેટ, ગ્રિલ્ડ કોર્ન સલાડ અને સ્ટફ્ડ મશરૂમ્સ પીરસવામાં આવ્યા; મુકેશ અંબાણી, આનંદ મહિન્દ્રા સહિત 200 મહેમાનો હાજર
PM Modi At White House State Dinner : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની તેમની પ્રથમ રાજ્ય મુલાકાતે છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડને વ્હાઇટ હાઉસ ખાતે પીએમ નરેન્દ્ર મોદી માટે સ્ટેટ ડિનરનું આયોજન કર્યું હતું. જેમાં 380થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ ડિનરમાં વિશ્વભરમાંથી અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ હાજરી આપી છે.
ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી સાથે, આનંદ મહિન્દ્રા ઉપરાંત ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલા અને ઈન્દિરા નૂયી સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. આ સાથે ડિનર દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ વ્હાઇટ હાઉસમાં હાજર રહ્યા હતા.
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન, યુએસ કોંગ્રેસના સ્પીકર કેવિન મેકકાર્થી અને ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટી પણ ત્યાં હાજર હતા. ડિનરમાં હાજરી આપ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ જો બાઇડન અને ફર્સ્ટ લેડીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “હું આ અદ્ભુત રાત્રિભોજનનું આયોજન કરવા બદલ રાષ્ટ્રપતિ જો બાઇડનનો આભાર વ્યક્ત કરું છું.
હું ખાસ કરીને જીલ બાઇડેનનો આભારી છું કે તેમણે મારી યાત્રાને સફળ બનાવવા માટે ધ્યાન આપ્યું. આ ભવ્ય કાર્યક્રમ માટે હું તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. પીએમ મોદીના સન્માનમાં આયોજિત ડિનરનું મેનુ પણ સામે આવ્યું. મોદી લાંબા સમયથી બાજરીની ખેતી અને તેને ખોરાકમાં સામેલ કરવા પર જોર આપી રહ્યા છે. એટલે આને ધ્યાનમાં રાખીને, ફર્સ્ટ લેડીએ સ્ટેટ ડિનરમાં બાજરીનો સમાવેશ કર્યો હતો.
આ સ્ટેટ ડિનર સંપૂર્ણપણે શાકાહારી હતું. ANI અનુસાર, ફર્સ્ટ લેડી જીલ બાઇડેન સાથે ગેસ્ટ શેફ નીના કર્ટિસ, વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ શેફ ક્રિસ કોમરફોર્ડ અને વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ પેસ્ટ્રી શેફ સુઝી મોરિસને આ સ્ટેટ ડિનર માટે મેનુ તૈયાર કર્યું હતું. વ્હાઇટ હાઉસના સામાજિક સચિવે જણાવ્યું હતું કે સ્ટેટ ડિનરની થીમ ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર પર આધારિત હતી.
સ્ટેટ ડિનરના ફર્સ્ટ કોર્સ મીલમાં મેરીનેટેડ મિલેટ, ગ્રીલ્ડ કોર્ન કર્નેલ સલાડ, કોમ્પ્રેસ્ડ વોટરમેલન અને ટેંગી એવોકૈડો સોસ સામેલ હતો. જ્યારે મેઇન કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ્સ, ક્રીમી સેફરન ઇન્ફ્યુઝ રિસોટો સામેલ છે. આ સિવાય સુમેક રોસ્ટેડ સી-બાસ, લેમન યોગર્ટ સોસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્ક્વેશ જેવી વાનગીઓ પણ હતી.
જણાવી દઈએ કે અમેરિકાની સ્ટેટ વિઝિટ ત્યાંની શ્રેષ્ઠ ટૂર માનવામાં આવે છે. તેનું આમંત્રણ અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા સીધું મોકલવામાં આવે છે. નરેન્દ્ર મોદી એવા બીજા ભારતીય વડાપ્રધાન છે જેમને અમેરિકા દ્વારા રાજ્યની મુલાકાતે આમંત્રણ આપવામાં આવ્યું છે. મોદી પહેલા 2009માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ અમેરિકાની સરકારી મુલાકાતે ગયા હતા.
વ્હાઇટ હાઉસ સ્ટેટ ડિનરમાં હાજરી આપનારા ગેસ્ટ વિશે વાત કરીએ તો, ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને તેમની પત્ની, મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી, મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા, ભારતીય-અમેરિકન ફિલ્મ નિર્માતા એમ. નાઇટ શ્યામલન અને તેમની પત્ની…
ઉલ્લેખનીય છે કે, વ્હાઇટ હાઉસના એક અધિકારી અનુસાર, પીએમ મોદીને શાકાહારી ખોરાક પસંદ છે અને એટલે જ સ્ટેટ ડિનરમાં વેજ ખાવા પર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતુ અને આ માટે ફર્સ્ટ લેડી જિલ બાઈડને શેફ નીના કર્ટિસની પસંદગી કરી હતી, જેને અમેરિકાની શ્રેષ્ઠ વેગન શેફ કહેવામાં આવે છે.
#WATCH | Washington, DC: State Dinner underway at the White House. pic.twitter.com/lrdpBZ1so5
— ANI (@ANI) June 23, 2023