સુંદર પિચાઈ, ટિમ કૂક, મુકેશ અંબાણી-નીતા અંબાણી, આનંદ મહિન્દ્રા… આ હસ્તીઓએ વ્હાઇટ હાઉસ સ્ટેટ ડિનરમાં હાજરી આપી, જુઓ તસવીરો
PM Modi’s grand dinner at the White House : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના પ્રવાસ પર છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી વ્હાઇટ હાઉસમાં શાહી ડિનર માટે પહોંચ્યા હતા. અહીં તેમનું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન અને તેમની પત્ની જીલ બિડેન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી ઉપરાંત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, આનંદ મહિન્દ્રા અને ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈએ પણ વ્હાઇટ હાઉસ સ્ટેટ ડિનરમાં હાજરી આપી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનર માટે ભવ્ય સ્વાગત કર્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિએ પીએમ મોદી સાથે સ્ટેટ ડિનરમાં સંબોધન કર્યું. જો બિડેને કહ્યું કે આપણે ભારત સાથેના સંબંધોને વધુ આગળ લઈ જવાના છે. પીએમ સાથે અદ્ભુત સમય પસાર કર્યો. ભારત-અમેરિકા સંબંધોમાં આ એક નવો યુગ છે. બંને દેશોના લોકો ભાગીદારીને નવી તાકાત આપે છે.
આ પછી મોદીએ સ્ટેટ ડિનર માટે જો બિડેનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું- “તમે મારા માટે, ખાસ મહેમાન માટે તમારા ઘરના દરવાજા ખોલ્યા. મેં જોયું છે કે ઘણી વખત લોકો આતિથ્યથી પ્રભાવિત થઈને ગીતો ગાવાનું શરૂ કરે છે. કાશ મારી પાસે ગાવાની કળા હોત તો હું પણ ગાતો.
તેમને આગળ એમ પણ કહ્યું કે “મારી મુલાકાતને સફળ બનાવવા માટે જીલ બિડેને પોતે બધી વસ્તુઓ જોઈ. ગઈકાલે સાંજે મારા માટે તમારા ઘરના દરવાજા ખોલવા બદલ આભાર. અમેરિકાના સમાવેશી સમાજ અને અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં ભારતીય અમેરિકનોએ મહત્વની ભૂમિકા ભજવી છે.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે વ્હાઇટ હાઉસ સ્ટેટ ડિનરમાં રાષ્ટ્રપતિ જો બિડેન, મુકેશ અંબાણી, નીતા અંબાણી, અરિંદમ બાગચી, આનંદ મહિન્દ્રા, ડૉ. દીપક મિત્તલ, સત્ય નડેલા, અનુ નડેલા, ઇન્દ્રા નૂયી, રાજ નૂયી, આનંદ મહિન્દ્રાના નામ સામેલ છે.
તમને જણાવી દઈએ કે સ્ટેટ ડિનરના મેનુમાં મેરીનેટેડ મિલેટ, ગ્રિલ્ડ કોર્ન કર્નલ સલાડ, કોમ્પ્રેસ્ડ વોટરમેલન અને ટેન્ગી એવોકાડો સોસ સામેલ હતા. જ્યારે મેઈન કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ્સ, ક્રીમી કેસર ઇન્ફ્યુઝ્ડ રિસોટ્ટો શામેલ હતા. સુમેક રોસ્ટેડ સી-બાસ, લેમન યોગર્ટ સોસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્ક્વોશનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
#WATCH | Washington, DC: State Dinner underway at the White House. pic.twitter.com/lrdpBZ1so5
— ANI (@ANI) June 23, 2023