ઉઘાડા પગ અને નત મસ્તક…રામલલાનું સૂર્ય તિલક જોઇ PM મોદી થયા ભાવુક, પ્લેનમાં ટેબલેટ પર જોયુ ‘અદ્ભૂત દ્રશ્ય’- જુઓ વીડિયો

અયોધ્યામાં રામલલાનો દિવ્ય સૂર્યાભિષેક, PM મોદીએ હેલિકોપ્ટરમાં જોયો અદ્ભૂત નજારો

રામનવમીના પાવન દિવસે આજે અયોધ્યા રામ મંદિરમાં રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. આ એક અદ્ભુત ક્ષણ હતી. આ પ્રક્રિયા અરીસાઓ અને લેન્સનો સમાવેશ કરતી વિસ્તૃત સિસ્ટમ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. આ સિસ્ટમ દ્વારા સૂર્યના કિરણો રામલલાના મસ્તક સુધી પહોંચ્યા હતા. રામ નવમીના અવસર પર ભક્તોને આ અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ અદ્ભુત ક્ષણનો વીડિયો ટેબલેટ દ્વારા જોયો. આ વીડિયો જોઈને તે ભાવુક થઇ ગયા હતા. આજે વડાપ્રધાન ચૂંટણી પ્રચારના સંદર્ભમાં આસામના નલબારીમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે લોકોને આ અદ્ભુત ક્ષણના સાક્ષી બનવાની અપીલ પણ કરી હતી.

તેમના સંબોધન દરમિયાન તેમણે મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી અને જય શ્રી રામના નારા લગાવ્યા. પીએમ મોદીએ કહ્યું કે લોકોએ આ અદ્ભુત ક્ષણના સાક્ષી થવું જોઈએ. આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટરમાં બેસીને ટેબલેટમાં ‘સૂર્ય તિલક’નો વીડિયો સંપૂર્ણ ભક્તિભાવ સાથે નિહાળ્યો. આ વીડિયો જોતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બૂટ ઉતાર્યા હતા અને પૂરી ભક્તિ સાથે સૂર્ય તિલકના અદ્ભુત ક્ષણના તેઓ સાક્ષી બન્યા.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલાને હૃદય પર હાથ રાખી અને માથું નમાવીને નમન કરતા પણ જોવા મળ્યા. મંદિરના પ્રવક્તા પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે લગભગ ચારથી પાંચ મિનિટ સુધી સૂર્ય તિલકના દર્શન કરવામાં આવ્યા હતા, જેમાં સૂર્યના કિરણો સીધા રામલલાની મૂર્તિના કપાળ પર કેન્દ્રિત હતા.

Shah Jina