મોદીજીએ તાળી-થાળીને લઈને ખુબ સરસ આ વાત કહી, જુઓ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ “મન કી બાત”ના 75માં સંસ્કરણમાં દેશવાસીઓનો સંબોધિત કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ કોરોના વચ્ચે હોળીને લઈને પણ સલાહ આપી હતી. કોરોના સંકટથી બચવા માટે તેમને કડાઈ અને દવાઈ બંને ઉપર જોર આપ્યું હતું.

પીએમ દ્વારા મન કી બાતમાં કોરોના સંકટમાં ગયા વર્ષે ઉઠાવવામાં આવેલા પગલાંની પણ ચર્ચા કરી. તેમને કહ્યું કે ગયા વર્ષે માર્ચનો જ મહિનો હતો. દેશ દ્વારા પહેલીવાર જનતા કર્ફયુ શબ્દ સાંભળવામાં આવ્યો.

તેમને જણાવ્યું કે આપણા કોરોના વોરિયર્સ પ્રત્યે સન્માન, આદર જતાવવા માટે લોકોએ થાળી, તાળી વગાડી, દિવા સળગાવ્યા. તમને અંદાજો નથી કે કોરોના વોરિયર્સના દિલને કેટલું સ્પર્શી ગયું હતું એ. અને આજ કારણ છે કે આખું વર્ષ થાક્યા વગર પણ સતત કામ કરતા રહ્યા.

આ ઉપરાંત પીએમ મોદીએ મન કી બાતના શ્રોતાગણોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તો સાથે જ મહિલા દિવસ અને મહિલાઓના સન્માનની વાત પણ પીએમ મોદીએ કરી.