નવી “સ્ક્રેપિંગ પોલીસી” લોન્ચ: PM મોદીએ કહ્યું “ટેસ્ટિંગ બાદ સ્ક્રેપિંગ થશે કાર, આપવામાં આવશે સર્ટિફિકેટ, નવી ગાડી ઉપર મળશે ભારે છૂટ”

આજે શુક્રવારના રોજ પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત સમિટ સાથે વીડિયો કોન્ફ્રન્સ દ્વારા સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ અમદાવાદમાં થયો હતો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આ દરમિયાન અમદાવાદમાં જ હાજર હતા. અહીંયા પીએમ મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ કરી.

પીએમ મોદી દ્વારા કહેવામાં આવ્યું કે તેનાથી દેશમાં સકારાત્મક પરિવર્તન આવશે. ડેશન યર્થ વ્યવસ્થા માટે મોબિલિટી એક મોટું ફેક્ટરછે . આર્થિક વિકાસમાં પણ એ ખુબ જ મદદગાર છે. તેમને આગળ જણાવ્યું કે નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપિંગ પોલિસી વેસ્ટ ટુ વેલ્થનો મંત્ર આગળ ધપાવશે.

તેમને આગળ જણાવ્યું કે, દેશના આવતા 25 વર્ષ ખુબ જ મહત્વના છે. જે રીતે ટેક્નોલોજી બદલાઈ રહી છે. તે પ્રમાણે આપણે બદલાવ કરવાનો છે. આપણે ક્લાઈમેટ ચેન્જની ચુનોતીનો સામનો પણ કરી રહ્યા છે. જેનાથી આપણા હિતમાં મોટા કદમ ઉઠાવવા જરૂરી છે.

પીએમ મોદીએ જણાવ્યું કે સ્ક્રેપ કરવા વળી ગાડી માટે સર્ટિફિકેટ આપવામાં આવશે. જેનાથી નવી ગાડી ખરીદવા ઉપર રજીસ્ટ્રેશનના પૈસામાં છૂટ મળશે અને રોડ ટેક્સમાં પણ છૂટ મળશે. પીએમ દ્વારા કહેવામાં આવ્યું કે ગાડીઓને વૈજ્ઞાનિક રીતે ટેસ્ટ કર્યા બાદ સ્ક્રેપ કરવામાં આવશે. ત્યારે આગળની પ્રક્રિયા શરૂ થશે.

પીએમ દ્વારા  ભાશયન તેમના ભાષણમાં  એમ પણ જણાવવામાં આવ્યું કે ઓટો મેટલ ઇન્ડસ્ટ્રીને આ યોજનાથી બુસ્ટ મળશે. સાથે જ સ્ક્રેપિંગની ફિલ્ડમાં કામ કરવા વાળાને પણ મોટો ફાયદો મળશે. તેમને એમ પણ જણાવ્યું કે ઇન્ડસ્ટ્રી વાળા પાસે આવનારા 25 વર્ષો માટે આત્મનિર્ભર ભારતનો રોડમેપ હોવો જોઈએ. જૂની નીતિઓને બદલવી જોઈશે અને નવી નીતિ ઉપર કામ કરવું પડશે.

Niraj Patel