પુત્ર ધર્મ નિભાવ્યા બાદ PM મોદીએ નિભાવ્યો રાજ ધર્મ ! પશ્ચિમ બંગાળની વંદે ભારત એક્સપ્રેસને આપી લીલીઝંડી…

માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપ્યાના થોડા જ કલાકો બાદ PM મોદીએ પશ્ચિમ બંગાળમાં વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી

આજે વહેલી સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાશ્રી હીરાબાનું 100 વર્ષની ઉંમરમાં નિધન થયું. જેના બાદ વહેલી સવારે જ પીએમ મોદી માતાના અંતિમ દર્શન અને તેમની અંતિમ વિધિ માટે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા અને ત્યાંથી તેમના ભાઈ પંકજ મોદીના ઘરે આવી માતાના પાર્થિવ દેહ પાસે દંડવત પ્રણામ કર્યા હતા.

જેના બાદ પીએમ મોદીએ તેમના ભાઈઓ સાથે માતાની અર્થીને કાંધ પણ આપી હતી. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરના સેક્ટર 30માં આવેલા સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા. જ્યાં પણ ઘણા રાજકીય નેતાઓ ઉપસ્થિતિ રહ્યા અને પીએમ મોદીએ પુત્ર ધર્મ નિભાવતા માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપી.

હીરાબાનો પાર્થિવ દેહ પંચતત્વોમાં વિલીન થયા બાદ પીએમ મોદી રાજધર્મ નિભાવવા માટે પણ નીકળી ગયા. તેમને પશ્ચિમ બંગાળની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી અને રાષ્ટ્રને સમર્પિત કરી. આ વંદે ભારત ટ્રેન 1 જાન્યુઆરીથી બંગાળના હાવડાથી ન્યૂ જલપાઈગુડી રૂટ સુધી જશે.

વંદે ભારતને લીલી ઝંડી ફરકાવ્યા બાદ પીએમ મોદીએ પોતાનું સંબોધન પણ આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આજે મને બંગાળની પવિત્ર ભૂમિને નમન કરવાનો મોકો મળ્યો છે. બંગાળના દરેક કણમાં આઝાદીનો ઈતિહાસ જડાયેલો છે. જે ભૂમિ પરથી ‘વંદે માતરમ’નો નારા લગાવવામાં આવ્યો હતો, ત્યાંથી ‘વંદે ભારત’ને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ આગળ એમ પણ કહ્યું કે, “આજે મારે તમને બધાને મળવાનું હતું, પરંતુ અંગત કારણોસર હું તમારી વચ્ચે આવી શક્યો નથી. હું આ માટે માફી માંગુ છું. દેશની આઝાદીના ‘અમૃત મહોત્સવ’માં દેશે 475 ‘વંદે ભારત ટ્રેન’ શરૂ કરવાનો સંકલ્પ લીધો હતો. આજે આમાંથી એક ‘વંદે ભારત’ હાવડાથી ન્યૂ જલપાઈગુડીને જોડતી શરૂ થઇ છે.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel