વોશિંગટન પહોંચ્યા પીએમ મોદી, એરપોર્ટથી હોટલ સુધી કરાયુ જોરદાર સ્વાગત, વરસાદમાં પણ પીએમ મોદીને મળવા માટે ઊભા રહ્યા લોકો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે તેમના ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસ માટે વોશિંગટન પહોંચી ચૂક્યા છે. વોશિંગટનમાં પીએમ મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. એરપોર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે અમેરિકી વિદેશ મંત્રાલયના ઘણા અધિકારી પહોંચ્યા હતા. ત્યાં ભારતના અમેરિકામાં રાજદૂત તરણજીત સિંહ સંધુ પણ એરપોર્ટ પર હાજર હતા. વોશિંગ્ટનમાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના આવવાની ખુશીમાં એરપોર્ટ પર 100થી પણ વધારે ભારતીય સમુદાયના લોકો પહોંચ્યા હતા.

પીએમ મોદી તેમના આ પ્રવાસ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે અને ક્વાડ દેશોના નેતાઓ સાથે બેઠક કરશે, આ  ઉપરાંત પીએમ મોદી વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરશે.

પીએમ મોદી વોશિંગટન પહોંચતા જ ભારતીય સમુદાયના લોકોએ નારા લગાવવાના શરૂ કરી દીધા હતા. ખાસ વાત તો એ છે કે, વરસાદ હોવા છત્તાં પણ ભારતીય-અમેરિકી પીએમ મોદીની રાહ જોઇ રહ્યા હતા. પીએમ મોદી આ લોકોને મળવા માટે ખાસ કરીને પોતાની ગાડીથી ઉતર્યા હતા.પીએમએ ભારતીય સમુદાયને મળીને હાથ મિલાવ્યા.

પીએમ મોદીએ ટ્વીટ કરી વોશિંગડન પહોંચ્યાની જાણકારી આપી હતી. તેમણે લખ્યુ કે, વોશિંગટન ડીસી પહોંચી ગયો. આગળના બે દિવસમાં હું અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન અને ઉપરાષ્ટ્રપતિઓ કમલા હેરિસ, સ્કોટ મોરિસન, યોશીહિડે સુગા સાથે મુલાકાત કરીશ. આ સમય દરમિયાન હું ક્વાડ મીટિંગમાં ભાગ લઈશ અને ટોચની કંપનીઓના સીઈઓને મળીશ અને તેમની સામે ભારતની આર્થિક સિદ્ધિઓ રજૂ કરીશ.

ભારતીય સમય અનુસાર શુક્રવારે 24 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી અને જો બાઇડેન મળશે. આ વર્ષે 20 જાન્યુઆરીએ અમેરિકી રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા બાદ પીએમ મોદી સાથે બાઇડેનની આ પહેલી રૂબરૂ મુલાકાત હશે. કોરોના મહામારી વચ્ચે પીએમ મોદીનો આ પહેલો મોટો વિદેશ પ્રવાસ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઉલ્લેખનીય છે કે ભારતમાં વેક્સિન પ્રક્રિયા પૂર જોશમાં ચાલી રહી છે. ભારત અત્યારે દુનિયાભરમાં સૌથી વધારે વેક્સિન લગાવી રહ્યું છે. કોરોના મહામારી દરમિયાન પણ ભારતે ઘણા બધા દેશોની મદદ કરી છે.

Shah Jina