લતાજીએ ગુજરાતીમાં પત્ર લખી PM મોદી વિશે કહી હતી આ સ્પેશિયલ વાત

દેશના શાન સમાન અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના જગતના શિરમોર સ્વરકોકિલા ભારત રત્ન લતા મંગેશકરનું આજે 06 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારના 08:12 કલાકે અવસાન થયું છે. તેમના બહેન ઉષાજીએ આજે લતાજીના અવસાન અંગે જાણ કરી હતી. ગયા મહિને 92 વર્ષીય લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

અને તેમને ન્યૂમોનિયા પણ થઈ ગયો હતો માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એકાદ સપ્તાહથી તેમની તબિયતમાં સુધારો જણાતાં વેન્ટિલેટર સપોર્ટ દૂર કરી દેવામાં આવ્યો હતો પરંતુ 05 ફેબ્રુઆરીના રોજ તેમની તબિયત ફરી ગંભીર થઈ જતાં વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા.

PM મોદીએ ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમને Tweeter માં લખ્યું છે કે હું શબ્દોની પીડાથી પરે છું. લતા દીદી અમને છોડીને ચાલ્યા ગયા. લતા દીદીના નિધનથી દેશમાં એક ખાલીપો સર્જાયો છે જે ક્યારેય ભરી શકાય તેમ નથી. આવનારી પેઢીઓ લતા મંગેશકરને હંમેશા યાદ કરશે કે કેવા મહાન કલાકાર હતા, જેમના અવાજમાં લોકોના મન મોહી લેવાની શક્તિ હતી.

2019માં જયારે બીજી વાર PM મોદીની સરકાર બની હતી, ત્યારે ખુશી વ્યક્ત કરવા માટે લતા મંગેશકરે માતા હીરાબાને પત્ર લખ્યો હતો. જેમાં નરેન્દ્ર મોદી PM બનતા લતાજીએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પત્રમાં લખ્યુ હતું કે, ભગવાન શ્રીરામની કૃપાથી મારા ભાઈ PM બન્યા. પ્રધાનમંત્રી બનવા બદલ મારી શુભકામના છે. હીરાબા આપના તેમજ નરેન્દ્રભાઈના સાદગીપૂર્ણ જીવનને મારું વંદન છે. હું આ પહેલીવાર ગુજરાતીમાં લખું છું. લખવામાં ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો.

આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ લતાજીને શ્રદ્ધાંજલિ આપી છે. રાષ્ટ્રપતિ તરફથી Tweet કરવામાં આવી હતી કે લતાજીનું નિધન માત્ર મારા માટે જ નહિ પરંતુ લખો લોકોના દિલ તોડવા વાળું છે. એમના દ્વારા ગાવામાં આવેલા જુદા જુદા ગીતોમાં ભારતદેશની સુંદર તસ્વીર જોવા મળતી હતી, જેમણે પીઢીઓની ભાવનાઓ સામે મૂકી છે. રાષ્ટ્રપતિએ લખ્યું કે લતા દીદી સાથે મારી જયારે મુલાકાત થઇ, એમણે પુરા જોશમાં મારુ સ્વાગત કર્યું.

હોમ મિનિસ્ટર અમિત શાહે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી અને તેમની તસવીરો પણ શેર કરી છે. અમિત શાહે પોતાના Tweet માં લખ્યું છે કે સંગીત અને સંગીતના પૂરક એવા લતા લતાજીએ પોતાના સુરીલા અવાજ અને મંત્રમુગ્ધ અવાજથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની દરેક પેઢીના જીવનને ભારતીય સંગીતની મધુરતાથી ભરી દીધું. સંગીત જગતમાં તેમનું યોગદાન શબ્દોમાં મૂકવું શક્ય નથી, તેમનું અવસાન મારા માટે અંગત ખોટ છે. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે સમયાંતરે લતા દીદીનો સ્નેહ અને આશીર્વાદ મળ્યો છે. તેમની અજોડ દેશભક્તિ, મધુર વાણી અને સૌમ્યતાથી તે હંમેશા આપણી વચ્ચે રહેશે. હું તેમના પરિવાર અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.

YC