વડોદરા : ગરબા રમીને આવ્યા બાદ મહિલા અને તેની દીકરીની શંકાસ્પદ મોત, પોલિસે શંકાને આધારે…જાણો વિગત

દુઃખદ સમાચાર: હજુ મહેંદી પેથાણીનો કેસ પત્યો નથી થયા વડોદરામાં માતાપુત્રીનું શંકાસ્પદ મોત- જાણો વિગત

રાજયભરમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાના બનાવો વધતા જઇ રહ્યા છે. હાલ આ દિવસોમાં શિવાંશ નામના બાળકની માતા મહેંદીની હત્યાના કેસે સમગ્ર રાજયભરમાં ચકચાર જગાવી મૂકી છે, ત્યાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઘટનામાં બન્યુ એવું છે કે, રાતના 12 વાગ્યા આસપાસ એક માતા અને તેમની દીકરી ગરબા રમીને ઘરે આવ્યા. ઘરે આવ્યા બાદ તે બંનેના મોત થતા ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન મળ્યા છે અને આને કારણે જ પોલિસે આશંકા વ્યક્ત કરી છે કે માતા અને દીકરીની હત્યા થઇ છે.

આ કિસ્સો વડોદરાનો છે. વડોદરાના ન્યૂ સમા રોડ પર ચંદનપાર્ક સોસાયટી આવેલી છે અને આ સોસાયટીમાં એક 36 વર્ષિય શોભનાબેન તેમના પતિ તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષિય દીકરી કાવ્યા રહે છે. શોભનાબેન અને કાવ્યા બંને રાત્રે 12 વાગ્યા આસપાસ ગરબા રમીને ઘરે આવ્યા હતા અને ત્યારબાદ તેમની તબિયત બગડતા પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇને ગયો હતો, જયાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલિસને ઘટનાની જાણ થતા જ તેઓ દોડી ગયા હતા અને બંનેની લાશને સયાજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મકોલી આપી હતી. હવે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ તેમની મોતનું સાચુ કારણ ખબર પડશે. પોલિસ માની રહી છે કે, મહિલાના ગળાના ભાગે નિશાન છે અને છોકરીને કંઇક લિક્વીડ પીવડાવવામાં આવ્યુ છે. શોભનાબેનના પતિ તેમને રાત્રે 2.30 વાગ્યે હોસ્પિટલ લઇને ગાય હતા.

એટલા માટે રાત્રે 12 વાગ્યાથી લઇને 2.30 વાગ્યાના સમયમાં કંઇક થયુ હોવાની પોલિસને શંકા છે, જેને કારણે પોલિસે પતિ તેજસ પટેલની અટકાયત કરી છે. મૃતકના પરિવારને આ વિશે જાણ થતા તેનો ભાઇ સયાજી હોસ્પિટલ આવી પહોંચ્યો હતો અને પોલિસે તેની બહેન, બનેવી અને ભાણી બધાની માહિતી લીધી હતી. મૃતકના ભાઇએ તેની બહેનની હત્યાની આશંકા જતાવી છે.

Shah Jina