સેંકડો ફૂટ ઊંચાઈ પર બનેલી આ હોટલના હેલિપેડ પર આ વ્યક્તિએ કરાવ્યું પ્લેનનું લેન્ડિંગ, જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

દુબઈમાં આ વ્યક્તિએ નોંધાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સેંકડો ફૂટની ઊંચાઈએ હેલિપેડ પર કરાવ્યું ઇતિહાસમાં પહેલીવાર પ્લેનનું લેન્ડિંગ, વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઇ જશે…

દુનિયાભરમાં ઘણા લોકો એવા છે જે પોતાના સાહસથી પોતાના નામનો ડંકો દુનિયાભરમાં વગાડવા માંગતા હોય છે. જેના માટે તે ઘણીવાર એવા એવા કામ કરે છે કે તેને જોઈને કોઈની અક્કલ પણ કામ ના કરે. ઘણા લોકો જમીન પર પોતાનું સાહસ બતાવતા હોય છે તો ઘણા લોકો આકાશમાં કરતબ બતાવીને સૌના રૂંવાડા ઉભા કરી દે છે. ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

દુબઈમાં એક એવો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે જે તમારા રૂંવાડા ઉભા કરી દેશે. અહીંની બુર્જ અલ અરબ હોટલની છત પર મિની એરક્રાફ્ટને લેન્ડ કરવા માટે એક હ્રદયસ્પર્શી સ્ટંટ કરવામાં આવ્યો છે. એર રેસિંગ ચેમ્પિયન લ્યુકે હોટલથી માત્ર 27 મીટર ઉપરના હેલિપેડ પર આ અદ્ભુત કારનામું કર્યું છે. જણાવી દઈએ કે દુનિયામાં પહેલીવાર હેલિપેડ પર પ્લેનને લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લ્યુક સેપેલાએ આ સ્ટંટને સફળતાપૂર્વક કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા. આ પહેલા તેણે પોતાના સિંગલ એન્જિન એરક્રાફ્ટથી 600થી વધુ વખત પ્રેક્ટિસ કરી હતી. જોકે, આ સ્ટંટ અત્યંત જોખમી હતો. સહેજ hC ભૂલ ચૂક થતી તો સેંકડો ફૂટ નીચે પ્લેન પટકાતું. જોકે, વીડિયો જોઈને લાગે છે કે આ સ્ટંટ દરમિયાન સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હશે. કારણ કે હેલિપેડ 7 સ્ટાર હોટલ પર બનાવવામાં આવ્યું હતું.

સ્ટંટ પછી, લ્યુકે સમજાવ્યું કે તેને એર ટ્રાફિક કંટ્રોલનો કોઈ સપોર્ટ ન હોવાથી તેણે જાતે જ લેન્ડ કરવું પડ્યું. કારણ કે એટીસી સપોર્ટ માત્ર એરપોર્ટ પર ઉતરાણ માટે ઉપલબ્ધ છે અને તે એક સ્ટંટ હતો. લ્યુકે જણાવ્યું કે એરક્રાફ્ટના નોજને કારણે તે હેલિપેડનો છેડો જોઈ શક્યો નહીં. આ રૂંવાડા ઉભા કરી દેનારા વિડિયોમાં જોઈ શકાય છે કે હેલિપેડની ત્રિજ્યા પ્લેનની લંબાઈ કરતાં થોડી વધુ હતી.

Niraj Patel