એક મોટી દુર્ઘટના ટળી: એરપોર્ટ ઉપર લેન્ડ કરવા જઈ રહ્યું હતું પ્લેન ત્યારે જ આવી જોરદાર પવનની લહેર, વિમાને બલેન્સ ગુમાવ્યું અને પછી પાયલોટે કર્યું એવું કે..

રસ્તાઓ ઉપર અકસ્માત થવાની ઘણી ઘટનાઓ આપણે જોઈ હશે, ઘણીવાર આવા અકસ્માતના વીડિયો પણ સામે આવતા હોય છે. ઘણીવાર ટ્રેન દુર્ઘટનાના વીડિયો પણ આપણે જોયા હશે, પરંતુ પ્લેન અકસ્માતની ઘણી જ ઓછી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ હાલ જે વીડિયો સામે આવ્યો છે તે હચમાવી દેનારો છે.

વિશ્વના સૌથી વ્યસ્ત એવા બ્રિટનના હીથ્રો એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક પ્લેન અટકી ગયું અને લાગ્યું કે તે ક્રેશ થશે, પરંતુ જમીનને સ્પર્શ્યા પછી તરત જ ફરી એકવાર ઉડાન ભરી. બાદમાં તેનું સુરક્ષિત ઉતરાણ થયું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જ્યારે પ્લેનના પાયલટે એરપોર્ટ પર લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે લગભગ 144 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. તેનું કારણ તોફાન હતું. આવી સ્થિતિમાં એરબસ-એ321 એરક્રાફ્ટ જમીનને અડતા જ સંતુલન ગુમાવી દે છે. બ્રિટિશ એરવેઝે આ ઘટના અંગે સ્પષ્ટતા આપી છે.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વિમાનના લેન્ડિંગ સમયે બંને પૈડા વારાફરતી જમીનને સ્પર્શે છે અને પૈડા ઘસવાને કારણે ધુમાડો નીકળે છે. ત્યારે એવું લાગે છે કે પ્લેન તેનું સંતુલન ગુમાવી બેઠું છે અને એક તરફ ઝૂકી રહ્યું છે. પૈડું જમીનને અડતાની સાથે જ તેનું સંતુલન ખોરવાય છે, તે અટકી જાય છે. આ સમયે વિમાન આકાશ તરફ પાછું ઉડે છે, પરંતુ તેનો પાછળનો ભાગ જમીનને સ્પર્શે છે. જોકે આની કોઈ અસર થતી નથી.બ્રિટિશ એરવેઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તમામ પાઇલોટ્સ ઉચ્ચ પ્રશિક્ષિત છે અને ખરાબ હવામાન અને પરિસ્થિતિઓમાં એરક્રાફ્ટને સંભાળી શકે છે. 

વાયરલ વીડિયો પર તમામ પ્રતિક્રિયાઓ સામે આવી છે. યુઝર્સ પાયલટના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો બનાવનારા લોકો આ નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તે જોરથી બૂમો પાડવા લાગ્યા.લોકો પાયલટની બુદ્ધિમત્તાના ખૂબ વખાણ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાયલટે બીજા પ્રયાસમાં પ્લેનને સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું. સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતાં ટ્વિટર એકાઉન્ટમાં લખ્યું છે, ‘A321 TOGA (પ્લેન) અને ટેલ સ્ટ્રાઈક! જમીનને સંપૂર્ણપણે સ્પર્શ કર્યો અને પછી ઉડાવી દીધું, તે પણ પૂંછડીના પ્રહારથી! ધૂળને જમીન પર ઉડતી, લહેરાતા અને ખેંચાતા વિમાનને જુઓ. પાયલોટ મેડલને પાત્ર છે!’

Niraj Patel