ચોમાસામાં આ 7 ફેમસ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરો ફરવાનું પ્લાનિંગ, નહિ તો મજા થઇ જશે કિરકિરી

7 ખુબસુરત શહેરમાં ભૂલથી પણ પગ ન મૂકી દેતા….નહિ તો થઇ શકે છે પૈસાની બરબાદી

ગરમીના મોસમથી રાહત અપાવવા માટે જ્યાં ચોમાસુ આવ્યુ નથી કે લોકો ખુશીથી ઝૂમી ઉઠે છે, અને ઝૂમે પણ કેમ નહિ કડકડતી ગરમીથી રાહત જો મળી જાય છે. ચોમાસાની મોસમમાં ઠંડી-ઠંડી હવાઓ વચ્ચે ફરવાની કંઇક અલગ જ મજા હોય છે. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે ફરવાની પ્લાનિંગ પણ તે જ જગ્યાએ કરવી કે જ્યાં ફરવાની મજા આવે અને વરસાદની મોસમમાં ફસાવવાનો ખતરો ન હોય. (તમામ તસવીરો : સૌશિયલ મીડિયા)

આજે અમે તમને તે જગ્યા વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જ્યાં તમારે ચોમાસાની સિઝનમાં જવાથી બચવુ જોઇએ. દેશમાં કેટલીક જગ્યાનું નામ ખૂબસુરત ડેસ્ટિનેશન્સની લિસ્ટમાં સામેલ છે. એવામાં વધારે લોકો ચોમાસામાં ફરવા માટે એવી જગ્યા પસંદ કરી લે છે. પરંતુ કેટલીક જગ્યા એવી છે, જેમાં ચોમાસાની મોસમમાં ફરવુ એ તમારા સફરની મજાને પૂરી રીતે કિરકિરી પણ કરી શકે છે.

1.મુંબઇ : આ લિસ્ટમાં સૌથી પહેલા વાત આપણે માયાનગરી મુંબઇની કરીએ…મુંબઇની ચકાચોંધ કોને ન પસંદ આવે, પરંતુ વરસાદમાં મુંબઇ ફરવા માટે જવું એ તમારા માટે ખરાબ અનુભવ હોઇ શકે છે. આ દરમિયાન ના માત્ર મુંબઇના રસ્તા પાણીથી લથપથ હોય છે પરંતુ ટ્રાફિકની લાંબી લાઇનોમાં કલાકો સુધી ફસાયેલ રહેવુ એ સફરની મજા બગાડી શકે છે. આ માટે મુંબઇ ફરવા માટે નવેમ્બરથી ફેબ્રુઆરીનો સમય બેસ્ટ હોય છે. જોકે, મહારાષ્ટ્રના કેટલાક એવા હિલ સ્ટેશન છે જેમ કે ભંડારદરા, અંબોલી, મહાબળેશ્વર વગેરે, જ્યાં તમે વરસાદની મોસમ પહેલા કે પછી ફરી શકો છો.

2.ઉત્તરાખંડ : મોટાભાગના લોકો ગરમીથી બચવા પહાડો તરફ દોડે છે અને જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે દરેક લોકો હિલ સ્ટેશન તરફ જવા માટે તલપાપડ હોય છે. પહાડોની વાત આવી છે તો સૌથી પહેલા આપણે ઉત્તરાખંડ જેવા સુંદર સ્થળની વાત કરીશું. તમે દિલ્હીથી ઉત્તરાખંડની મુસાફરી થોડા કલાકોમાં પૂર્ણ કરી શકો છો. જો કે ત્યાં ઘણી બસો, ટ્રેનો અને કેબ પણ ઉપલબ્ધ છે, જે તમને દિલ્હીથી ઉત્તરાખંડ લઈ જાય છે. જો કે ચોમાસાની મોસમમાં ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ સતત વરસાદ પડે છે, જેના કારણે રસ્તાઓ લપસણા બની જાય છે. આ હવામાનમાં આવા સ્થળોએ વાહન ચલાવવું કે ફરવું જોખમ જેવું છે.

3.હિમાચલ પ્રદેશ : ઉત્તરાખંડની જેમ હિમાચલમાં પણ ઘણા ફેમસ હિલ સ્ટેશન છે, જ્યાં લોકોની ભીડ સૌથી વધારે ગરમીની મોસમમાં જોઇ શકાય છે.તમે ઘણી સુવિધાઓની મદદથી દિલ્હીથી હિમાચલ જઈ શકો છો. જો કે વરસાદની મોસમ પહેલા અથવા પછી હિમાચલની મુલાકાત લેવાની યોજના બનાવવી જોઈએ. કારણ કે હિલ સ્ટેશન હોવાને કારણે અહીં ઘણી જગ્યાઓ છે જ્યાં વરસાદ દરમિયાન ખડકોમાંથી પથ્થર પડવા, પૂર અથવા ભૂસ્ખલન જેવી સ્થિતિ ઊભી થાય છે.

4.કેરળ : વરસાદની મોસમમાં કેરળ વધુ લીલુંછમ અને સુંદર લાગે છે. અહીંના અદભૂત નજારા જોવા માટે લોકો દૂર-દૂરથી અહીં ફરવા આવે છે. પરંતુ વરસાદની મોસમમાં અહીંનો નજારો ખૂબ જ ડરામણો બની જાય છે. કેરળના ઘણા સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાય છે અને અહીં તમે ત્રણથી ચાર દિવસ સુધી સતત વરસાદ પણ જોઈ શકો છો. તેથી જો તમે કેરળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હોવ તો સપ્ટેમ્બર અને માર્ચની વચ્ચેનો સમય બેસ્ટ છે.

5.ચેન્નાઇ : ચોમાસાનો વરસાદ દક્ષિણ ભારતને રાહતનું શ્વાસ આપવાનું કામ કરે છે. એવામાં ઘણા લોકો દક્ષિણ ભારતની હરિયાળી અને ખૂબસુરતીનો લુપ્ત ઉઠાવવા માટે ચેન્નાઇ ટ્રિપ પ્લાન કરે છે. જો કે, ચોમાસામાં ચેન્નાઇ ઘણીવાર પૂરની ઝપેટમાં આવી જાય છે, જેને કારણે તમારે હોટલના રૂમમાં બંધ રહેવુ પડે છે, આ માટે જુલાઇથી સપ્ટેમ્બર માસ વચ્ચે ચેન્નાઇ જવાથી બચવું જોઇએ.

6.ગોવા : આમ તો ગોવાની આબાદી ઘણી ઓછી છે. પરંતુ દેશનુ ફેમસ ટુરિસ્ટ સ્પોટ હોવાને કારણે અહી આખા વર્ષ દરમિયાન સહેલાણીઓનો જમાવડો જોવા મળે છે. એવામાં ભીડ ભાડથી દૂર રહેવા માટે કેટલાક લોકો વરસાદની સિઝનમાં ગોવા જવાનું પ્લાન કરે છે. પરંતુ ચોમાસાની સિઝન દરમિયાન ગોવામાં ના માત્ર સમુદ્રની લહેરો ઉફાન પર હોય છે, પરતુ અહી બીચ પણ ઘણા ગંદા હોય છે. આ માટે મોનસૂનમાં ગોવા જવાનું ટાળવું જોઇએ.

7.સિક્કિમ : સિક્કિમ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. ટ્રેન દ્વારા દિલ્હીથી સિક્કિમ જવા માટે તમને એક દિવસ લાગશે. ચોમાસા સિવાય બાકીના મહિનામાં ચોક્કસપણે સિક્કિમની મુલાકાત લેવી જોઈએ, કારણ કે વરસાદની મોસમમાં અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જાય છે. વરસાદ દરમિયાન રસ્તાઓ પર વાહન ચલાવવું મુશ્કેલ બની જાય છે. તેથી, વરસાદની મોસમમાં સિક્કિમની ટ્રીપ પ્લાન કરવાનું ટાળવું જોઇએ.

Shah Jina