જો તમારા ઘરમાં આવી ઘટનાઓ થાય તો સમજી જજો કે પિતૃઓ છે નારાજ, ખુબ જ કામની માહિતી

દોસ્તો આપણા હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનુ વિશેષ મહત્વ છે. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂનમ એટલે કે આજે 10મી સપ્ટેમ્બર 2022થી પિતૃપક્ષ શરૂ થઈ રહ્યો છે. આ 15 દિવસ પિતૃઓને નિમિત્ત પિંડદાન, તર્પણ, ધર્મ-કર્મ અને દાન વગેરે કરવામાં આવે છે, કારણકે પિતૃઓને તૃપ્ત કરીને આશીર્વાદ મેળવી શકાય.

જો વંશજ પિતૃઓનુ સન્માન ના કરે કે પછી જો તેમને તિરસ્કાર કરે તો પિતૃઓ નારાજ થાય છે અને અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. આજે અમે એવા અમુક સંકેતો અંગે જણાવીશુ, જે પિતૃઓને નારાજ થવાનો સંકેત આપે છે.

જો પિતૃઓ નારાજ થાય છે તો સંતાન સુખમાં મુશ્કેલી આવી શકે છે. એટલું જ નહીં, કોઈને બાળકો હોય છે તો બાળકો માં-બાપના જ વિરોધી થઇ જાય છે. તમારે અનેક પ્રકારના દુ:ખનો સામનો કરવો પડશે. પિતૃદોષના કારણે જાતકને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પિતૃ દોષ ઘરમાં લડાઈ ઝગડાનુ કારણ બને છે. ઘરની સુખ-શાંતિ છીનવી લે છે અને વ્યક્તિ શાંતિની તલાશમાં બીજે ભટકે છે.

પિતૃઓ નારાજ થવાથી વંશજોને ઘણા બધા નવા પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડે છે. જેમાં લગ્નમાં અડચણ આવવી એ પણ એક મોટું સંકેત છે. જો કોઈ જાતકના લગ્નમાં વારંવાર અડચણ આવી રહી છે અથવા પછી અવરોધ પેદા થઇ રહ્યો છે, તો આ પિતૃઓનો નારાજ થવાનો સંકેત હોઇ શકે છે. પિતૃઓ નારાજ થવાથઈ લગ્ન જીવનમાં પણ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં પિતૃ પક્ષ દરમ્યાન વિધિપૂર્વક પિતૃઓને શ્રાદ્ધ કરો.

પરંતુ જયારે પિતૃ નારાજ થાય છે. ત્યારે ઘર સંસારને પણ ખેદાન-મેદાન કરી નાખે છે. ત્યારે આ સમયે પિતૃઓને શ્રાદ્ધના માધ્યમથી કરવામાં આવેલા કાર્યને આશીર્વાદ આપે છે. ઘણા લોકો શ્રાદ્ધમાં નવા કામો કરવાથી બચે છે. પરંતુ જેના પર પિતૃની કૃપા હોય છે તેને નવા કામ કરવાથી લાભ થાય છે.

શ્રધ્ધનાં મહિનામાં જો તમને સપનામાં સાપ દેખાઈ અને તેને જોઈને તમે પ્રસન્ન થાવ તો સમજી લેવાનું કે પિતૃ તમારાથી પ્રસન્ન છે. શ્રાદ્ધની અમાસન દિવસે જો તમારા બગડેલા કામ સુધરી જાય અને આકસ્મિક ધનની પ્રાપ્તિ થાય તો સમજી લેવાનું પૂર્વજો તમારાથી પ્રસન્ન છે. સપનામાં તમને તમારા પિતૃ એટલે કે પૂર્વજો ખુશ થતા આશીર્વાદ આપતા નજરે પડે તો તમારા પિતૃ તમારાથી પ્રસન્ન છે.

જો તમારા ઘરમાં કોઈ મૃત્યુ પામેલી વ્યક્તિ યાદ કરવામાં આવે અને કામમાં આવેલી રુકાવટ દૂર થઇ જાય તો તેના પર પૂર્વજોની વિશેષ કૃપા હોય છે. જો કોઈ નવું કામ શરૂ કરવામાં તમને કોઈ વરિષ્ઠ લોકોનો સહયોગ મળે તો સમજી લેવાનું કે તમારા પિતૃ તમારાથી પ્રસન્ન છે. જે લોકોને તેના માતા-પિતા સાથેના સંબંધ મધુર હોય છે અને ઘરમાં કોઈ આકસ્મિક મોતના થયું હોય તો તેવા પરિવાર પર પિતૃઓની વિશેષ કૃપા હોય છે.

તમે ઘણા પ્રયાસો કર્યા બાદ પણ તમને કોઈ જ કાર્યમાં સફળતા નથી મળતી. ત્યારે તમારા પિતૃઓને યાદ કરી અને કહો કે મારું ધાર્યું કામ પૂર્ણ થઇ જશે તો હું શાંતિ પાઠ કરાવીશ. અને જપ તમારું ધાર્યું કામ થઇ જાય તો સમજી લેજો કે,તમારા પિતૃ તમારાથી પ્રસન્ન છે. પરંતુ તે આત્માની શાંતિ ઈચ્છે છે. ત્યારે પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ પક્ષમાં તર્પણ અને પિંડદાન કરે.

પિતૃઓની નારાજગીના કારણ
તમારા ઘરમાં કોઈ લગાતાર બીમાર રહેતું હોય ઘણા ઈલાજો બાદ પણ થિકનાં રહેતું હોય તો તેઓ મતલબ છે કે, તમારા પૂર્વજો તમારાથી નારાજ છે. બધા લોકો ઇચ્છતા હોય છે કે, તેના ઘરમાં શાંતિ રહે તેમ છતાં પણ જો ઝઘડા થતા હોય તો તેનું કારણ પિતૃદોષ પણ હોય શકે છે.

ઘણી વાર પિતૃપક્ષમાં કરવામાં આવેલઈ નાની-નાની ભૂલને કારણે ઘરમાં અશાંતિનો માહોલ બની જાય છે. તે સમયે તમારો બહુ સાવધાનીથી રહેવું જોઈએ.

ઘણી વાર સારી કમાણી હોવા છતાં પણ પૈસાની તંગી રહેતી હોય તો ત્યારે તમારે સમજી લેવું જોઈએ કે ટમવે પિતૃદોષનો શિકાર બની ગયા છો. તમારા સમાજના લોકો તમારાથી દૂર જતા હોય ત્અને માન -સન્માનમાં ઓછું આવી જાય ત્યારે સમજી લેવાનું કે આ પણ પિતૃ દોષનું લક્ષણ હોય શકે છે.

તમારા સંતાનો તમને તકલીફ આપતા હોય તો તે પણ પિતૃદોષની સમસ્યા હોય છે. તમે વારંવાર કાનૂનના દાયરામાં ફસાઈ જતા હોય તો તેનો મતલબ એ છે કે, પૂર્વજો તમારાથી નાખુશ છે. અચાનક ગંભીર બીમારીનો શિકાર થઇ જવાઈ તો આ પિતૃદોષના કારણે જ થયું હોવાની શક્યતા છે.

જો તમારા ઘરમાં વારંવાર અકસ્માત થતા હોય તો તેનું કારણ પિતૃદોષ પણ હોઈ શકે છે. તો તમે પિતૃ પક્ષમાં પૂર્વજોને બીજીવાર પ્રસન્ન કરી ફરીથી સામાન્ય જિંદગી જીવી શકો છો.

YC