ફ્લાઇટ ઉડાવ્યા પહેલા પાયલટ દીકરીએ પિતાના ચરણ સ્પર્શ કરી લીધા આશીર્વાદ, દીકરીએ કર્યું કંઈક એવું કે ખુશ થઇ જનતા

પાયલટ દીકરીએ કર્યા પિતાના ચરણ સ્પર્શ, પછી ઉડાવ્યુ વિમાન, દિલને સ્પર્શી જાય તેવો વીડિયો…

બધા માતા-પિતાની એ દિલથી ઇચ્છા હોય છે કે તેમના બાળકો ભણી ગણીને કંઇક એવું કામ કરે કે તેમનું નામ રોશન થાય. તેમના બાળકોને જીવનની બધી ખુશીઓ મળે અને તેમના બધા સપના પૂરા થાય. આ માટે પેરેન્ટ્સ પણ જીતોડ મહેનત કરે છે અને પોતાના બાળકોને સારી રીતે ભણાવે ગણાવે છે. ઘણીવાર એવું પણ બને છે કે બાળકો માટે પેરેન્ટ્સ પોતાની તમન્નાઓ અને ખુશીઓને ત્યાગી દે છે, જેનાથી બાળકોનું ભવિષ્ય બની શકે. એવામાં બાળકોની પણ જવાબદારી બને છે કે તે સફળ થયા બાદ પેરેન્ટ્સને પોતાની ખુશીઓમાં સામેલ કરે.

સોશિયલ મીડિયા પર આજ કાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેણે લોકોને ઇમોશનલ કરી દીધા છે અને આ વીડિયો બધાનું દિલ પણ જીતી રહ્યો છે. આ વીડિયો એક પિતા અને તેની દીકરીનો છે. જેમાં પાયલટ દીકરીએ વિમાનની અંદર જે રીતે પિતા પર પ્રેમ વરસાવ્યો લોકો તેના કાયલ થઇ રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પાયલટ દીકરી વિમાનના ગેટ પાસે ઊભી છે અને કેમેરા તરફ હાથ હલાવી હાય કહે છે અને પછી સીધી જ યાત્રીઓની સીટ પાસે પહોંચી જાય છે.

જ્યાં એક સીટ પર તેના પિતા બેઠેલા હતા. તે જતા સીધા જ પિતાના ચરણ સ્પર્શ કરે છે અને પિતા પણ સ્માઇલ સાથે પોતાની પાયલટ દીકરીને આશીર્વાદ આપે છે. તે બાદ દીકરી પિતાના ગળે પણ લાગે છે. આ નજારો એવો હતો કે જોઇ પિતા અને દીકરીની આંખોમાં આંસુ આવી ગયા. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે કદાચ પિતાની આંખો પણ થોડી ભીની થઇ ગઇ પણ તે ખુશીના આંસુ છે. આ શાનદાર વીડિયોને સોશિયલ મીડિયા પર pilot_krutadnya નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધી 78 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે.

જ્યારે 5 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઇક કર્યો છે. લોકો આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એકે લખ્યુ- આનાથી વધારે એક પિતા શું જોશે, પૂરું જીવન સફળ થઇ ગયુ તેમનું. બીજા યુઝરે લખ્યુ- હું પણ મારી દીકરીને પાયલટ બનાવવા માગુ છુ. એક અન્ય યુઝરે લખ્યુ- મને તો તમારા પિતાને જોઇ રડવું આવી ગયુ. ખુશી નજર આવી રહી છે તેમના ચહેરા પર..

Shah Jina