ખબર

એસી વાળો રૂમ, સ્ટાઈલિશ કપડાં, ફરવા માટે ગાડી, આ કબુતરોના શાહી જીવન ઉપર ખર્ચી રહી છે આ મહિલા લાખો રૂપિયા

આપણે ઘણા લોકોને જોયા હશે જે તેમના પાલતુ પ્રાણીઓને પોતાના પરિવારના સદસ્યની જેમ જ સાચવતા હોય છે, તેમના માટે ઘણો ખર્ચ પણ  કરતા હોય છે. એવામાં હાલ સોશિયલ મીડિયા ઉપર કબૂતરને પ્રેમ કરવા વાળી એક મહિલાની ચર્ચાઓ ખુબ જ જોરશોરથી ચાલી રહી છે. આ મહિલા તેના કબુતરોને એટલો બધો પ્રેમ કરે છે કે તેમના ઉપર તે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરે છે.

આ મહિલાનું નામ છે મેગી જોનસન. જે ઇંગ્લેન્ડના લિંકનશાયરની રહેવા વાળી છે. તેને કબુતરો સાથે એટલો બધો પ્રેમ કરે છે કે તેમના માટે એરકંડીશન બેડરૂમ, કપડાં માટેનું કબાટ અને ફરવા માટે સ્ટ્રોલર પણ રાખે છે.

મેગીને તેના બંને કબૂતર Sky અને Moose સાથે ખુબ જ લગાવ છે. આ બંને કબૂતર મેગીને ક્યાંક પડેલા મળ્યા હતા. જેના બાદ આ બંને કબૂતરને તે પોતાના ઘરે લઇ આવી હતી. મેગી જણાવે છે કે તેને ઘણા અઠવાડિયા સુધી આ બંને કબૂતરને પોતાના હાથે ખાવાનું ખવડાવ્યું છે. તે બંને કબૂતરને બાળકોની જેમ પ્રેમ કરે છે.

મેગી આ કબૂતર માટે ડિઝાઈનર ડ્રેસ પણ બનાવડાવે છે જેના ઉપર તે હજારો રૂપિયા ખર્ચ કરે છે. મેગી દર મહિને આ કબુતરોને શોપિંગ, ફૂડ અને બાકી સુવિધાઓ ઉપર લગભગ 40 હજાર રૂપિયા જેટલો ખર્ચ કરે છે તેમના વોર્ડરોબમાં પણ સારું એવું કલેક્શન છે. જેમાં કબૂતરોના ખુબ જ સુંદર ડિઝાઈનર ડ્રેસ પણ છે. તે અત્યાર સુધી તેમના ઉપર લાખો રૂપિયા ખર્ચી ચુકી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર 23 વર્ષની મેગી કબૂતરોની દેખભાળને લઈને ખુબ જ સતર્ક રહે છે. તે તેમના આરામનું પણ સંપૂર્ણ ધ્યાન રકહે છે. તેમને નિયમિત રીતે ફરવા માટે પણ લઇ જાય છે. તેમના માટે બનાવવામાં આવેલા ખાસ બેડરૂમની અંદર તેમના માટે સોફ્ટ ટોય્સ પણ રાખવામાં આવ્યા છે જેની સાથે કબૂતર રમી શકે.