શું વેક્સિન લગાવ્યા બાદ ખભામાં દોડવા લાગે છે વીજળી ? ખભા ઉપર બલ્બ સળગાવતા વીડિયો પાછળ શું હકીકત છે ? જાણો

સોશિયલ મીડિયા ઉપર ઘણા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, જેમાં કેટલાક એવા વીડિયો પણ હોય છે જેમાં કેટલાક દાવાઓ પણ કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં ઘણો મોટો વર્ગ એવો પણ છે જે આ દવાની ખરાઈ કર્યા વગર જ ફોરવર્ડ કરવા લાગે છે, જેના કારણે આવા વીડિયો વાયરલ થાય છે અને તેની જયારે હકીકત સામે આવે છે ત્યારે સૌ કોઈ ચોંકી ઉઠે છે.

આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે જે હાથે કોરોનાની વેક્સિન લેવામાં આવે છે. તે જગ્યાએથી વીજળી દોડવા લાગે છે. આ વ્યક્તિ વીડિયોમાં એક બલ્બ લે છે અને તેને પોતાના શરીરના અલગ અલગ અંગો સાથે અડાવે છે પરંતુ વીજળી નથી ઉત્પન્ન થતી, પરંતુ જેવો તે વેક્સિન જે જગ્યાએ લગાવી હોય છે ત્યાં બલ્બ અડાવે છે અને તરત તે બલ્બ જળહળી ઉઠે છે.

હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઇ રહ્યો હતો, તેની સાચી હકીકત સામે આવી ગઈ છે. આ હકીકત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી) ફેક્ટ ચેકની ટીમ દ્વારા સામે લાવી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે પીબીઆઈ ફેક્ટ ચેક દ્વારા આ વીડિયોની ખરાઈ કર્યા બાદ કહેવામાં આવ્યું છે કે “આ દાવો ખોટો છે. કોરોના વેક્સિન સંપૂર રીતે સુરક્ષિત છે. આવી ફર્જી સૂચનાઓ ઉપર વિશ્વાસ ના કરવો અને રસી જરૂર લેવી.”

પીબીઆઈના જણાવ્યા પ્રમાણે “કોરોના વેક્સિનમાં કોઈ ધાતુ કે માઈક્રોચિપ નથી હોતી કે ના વેક્સિન લીધા બાદ માનવ શરીરમાં કોઈ ચુમ્બકીય પ્રભાવ કે વિદ્યુત ધારા ઉત્પન્ન થાય છે.” તમને જણાવી દઈએ કે દેશના મોટા મોટા ડોક્ટરો અને વિશેષજ્ઞોથી લઈને કેંદીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પણ એ કહેવામાં આવ્યું છે કે કોરોના વેક્સિન સંપૂર્ણ રીતે અસરદાર છે. તેની કોઈ ગંભીર સાઈડ ઇફેક્ટ નથી.

Niraj Patel