અમદાવાદમાં સોશિયલ મીડિયા પર આધેડ લોકોને ફસાવતી ટોળકી ઝડપાઇ હતી અને જેમાં લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હતા તેનો પર્દાફાશ થઇ ચૂક્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હનીટ્રેપ કિસ્સામાં ક્રાઇમબ્રાંચે પીઆઇ ગીતા પઠાણની ધરપકડ કરી હતી.

પીઆઇ ગીતા પઠાણે ક્રાઇમ બ્રાંચમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણે ક્રાઇમ બ્રાંચમાં સેનેટાઇઝર પી લીધુ હતુ અને તેથી જ તેને તરત જ સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
હનીટ્રેપ કેસ બાદ પીઆઇ ફરાર થઇ ગયા હતા. આ કેસમાં તેઓ જે પકડાયેલા આરોપી છે તેમની તપાસમાં સાથ આપતા હોવાનું સામે આવ્યુ છે. પીઆઇ ગીતા પઠાણની આ કેસ બાબતે ધરપકડ પણ કરવામાં આવી હતી અને તે બાદ તેમણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે અને તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઘટના એવી હતી કે, આ ગેંગ સોશિયલ મીડિયામાં યુવતીઓની તસવીરો મૂકી આધેડ સાથે મિત્રતા કરી ફોન નંબર મેળવી વોટ્સએપ પર અશ્લીલ ફોટા અને વીડિયો મોકલવામાં આવતા અને તે બાદ યુવતી અન્ય શહેરની હોવાનુ કહી પોતાના સંબંધીના ઘરે આવી હોવાનું કહી ફસાવતા તેમજ હોટલ કે ગેસ્ટહાઉસમાં મળવા બોલાવી યુવતી તેમની સાથે અશ્લીલ હરકતો કરતી અને તેના સીસીટીવી ફૂટેજ મેળવી લેવાતા.

કેટલાક કિસ્સામાં યુવતી સંબંધ પણ બાંધતી હતી. આ પછી 2-4 દિવસમાં આધેડના મોબાઇલ પર મહિલા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવતો અને બળાત્કારની અરજી હોવાનું કહી પોલીસ સ્ટેશને બોલાવી તોડ કરાતો હતો.
આ ગેંગમાં પકડાયેલા આરોપીઓની તપાસમાં મોટો ખુલાસો થયો. મહિલા PI ગીતા પઠાણ હનીટ્રેપ કરતી ગેંગનો સાથ આપતા હોવાનું સામે આવ્યું હતુ.