અમદાવાદ: ” હું તમને પૈસા આપું, તમે મારી સાથે સંબંધ બાંધો..” પુત્રના 21 વર્ષીય મિત્રએ તેની મમ્મીને કહી આ વાત, પછી…

અમદાવાદમાં 21 વર્ષીય યુવાને મિત્રની મમ્મીને કહ્યું- ‘પૈસા આપું, આ કરવા દો, હાથ ફેરવીને….’

આજે ગુન્હાખોરી અને છેડછાડના અઢળક કિસ્સાઓ આપણે રોજ બરોજ સાંભળતા અને જોતા હોઈએ છીએ, વળી આ કોરોના કાળમાં ઘણા લોકોના નોકરી ધંધા પણ છૂટી ગયા જેના કારણે મજબૂરીમાં કોઈ કંઈપણ કામ કરવા માટે તૈયાર થવા લાગ્યું, આવો જ એક મજબુરીનો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે જેમાં એક મહિલાને તેના દીકરાના મિત્ર પાસે પૈસા માંગવા ભારે પડી ગયા.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં રહેતી એક 39 વર્ષીય મહિલાની હાલત કોરોના કાળમાં ખરાબ થતા અને પતિની બીમારીમાં સારવાર માટે પૈસાની જરૂરિયાત હોય તેને તેના દીકરાના મિત્ર પાસે પૈસાની માંગણી કરી. ત્યારે તેના દીકરાના 21 વર્ષીય મિત્રએ પૈસા આપવાનું તો કહ્યું પરંતુ બદલમાં તેની સાથે સુખ માણવાની માંગી કરી.

17 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 વાગે તેના દીકરાનો મિત્ર મહિલાના ઘરે આવ્યો હતો. આ દરમિયાન મહિલાએ તેની પાસે પૈસાની માંગણી કરી હતી. ત્યારે તે યુવકે મહિલાના ઉપર હાથ ફેરવ્યો હતો અને તેને 300 રૂપિયા પણ આપ્યા હતા. અને સાથે જ તેમની વધુ મદદ કરવા માટે પણ જણાવ્યું હતું. મહિલાએ તે યુવક પાસે 15 હજાર રૂપિયા માંગ્યા હતા.

ત્યારબાદ યુવકે મહિલાને ફોન કરી અને જણાવ્યું હતું કે હું તમને પૈસા આપું પરંતુ બદલામાં તમે મને શું આપશો? ત્યારે મહિલાએ જણાવ્યું હતું કે હું વ્યાજ આપીશ. ત્યારે યુવકે કહ્યું મારે વ્યાજ નથી જોવતું પરંતુ તમે મારી સાથે સંબંધો બાંધો.

મહિલા તેના દીકરાના મિત્રની આ વાત સાંભળીને ચોંકી ગઈ હતી. સાથે તે યુવકે એમ પણ જણાવ્યું હતું કે તે આ વાત કોઈને જણાવે નહિ. નહિ તો તેનો છોકરો બહાર ફરે છે હું જોઈ લઈશ.” એવી ધમકી પણ આપી હતી. જ્યારબાદ મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ લખાવી હતી.

YC