પેટ્રોલ-ડીઝલમાં ભડકો, આજે ફરી વધ્યા ભાવ, જાણો નવો રેટ

મોંઘવારીના મોરચે સામાન્ય લોકોને સતત આઠમા દિવસે આંચકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓએ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે, જ્યારે ડીઝલની કિંમતમાં આજે 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 10 દિવસ બાદ પેટ્રોલની કિંમતમાં 2.05 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. જ્યારે છેલ્લા 12 કામકાજના દિવસોમાં ડીઝલ 3.15 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

આ ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.54 રૂપિયા થઈ ગઈ છે જ્યારે ડીઝલની કિંમત 92.12 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.54 રૂપિયા અને ડીઝલની કિંમત 99.92 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.23 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 95.23 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નઈમાં પેટ્રોલ 101.01 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.60 રૂપિયા પ્રતિ લિટર છે.

આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ રૂ. 100 ને પાર :તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર, ગુજરાત અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.

દેશના પ્રમુખ શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

  • શહેરનું   પેટ્રોલ          ડીઝલ
  • દિલ્હી  103.54          92.12
  • મુંબઈ  109.54          99.92
  • ચેન્નાઈ  101.01         96.60
  • કોલકાતા  104.23      95.23

વિશ્વભરમાં કાચા તેલની માંગ વધી રહી છે. પરંતુ ગઈકાલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થોડો ઘટાડો થયો હતો. બુધવારે કારોબારના અંતે બ્રેન્ટ ક્રૂડ 0.48 ડોલર ઘટીને 81.08 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું હતું. ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પણ 1.30 ડોલર ઘટીને 77.43 ડોલર પ્રતિ બેરલ પર બંધ કહ્યું.

આ કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થયું : તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી વિનિમય દર સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ શું છે તેના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ બદલાય છે.

આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલની કિંમત : તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન ઓઈલે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણવાની સુવિધા આપી છે. તમે SMS દ્વારા પણ ભાવ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો મેસેજ બોક્સમાં લખો – RSP 102072 (RSP <space> પેટ્રોલ પંપનો ડીલર કોડ) અને દિલ્હીની કિંમત જાણવા માટે તેને 9224992249 પર મોકલો દો. એવી જ રીતે, મુંબઈના ભાવ જાણવા માટે RSP 108412, કોલકાતા માટે RSP 119941 અને ચેન્નાઈના ભાવ જાણવા માટે RSP 133593 લખો અને 9224992249 પર મોકલી દો.

YC