પાણીમાં પોતાના જૂતા ના પલળે તે માટે થઈને આ વ્યક્તિએ કર્યો એવો ગજબનો જુગાડ કે વીડિયો તમને પણ હેરાન કરી દેશે, જુઓ

તમે ઘણી વાર જોયું હશે કે વરસાદની મોસમમાં શેરીઓ અને ગલીઓમાં પાણી ભરાઈ જાય છે. જેના કારણે લોકોને ચાલવામાં ભારે મુશ્કેલી પડે છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે રાહદારીઓના પગરખા ભીના થઈ જાય છે. તમે ઘણી વાર જોયું હશે કે લોકો તેમના પગરખાંને હાથમાં પકડીને કે પ્લાસ્ટિકની બેગમાં લપેટીને પાણીથી ભરેલા રસ્તા પર ચાલે છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો પણ હેરાનીમાં મુકાઈ ગયા છે. એક વ્યક્તિએ પાણીથી ભરેલા રસ્તા પર ચાલવા માટે એવો જુગાડ કાઢ્યો, જેને જોઈને તમને સ્પાઈડર મેનની યાદ આવી જશે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

તમે ફિલ્મ સ્પાઈડર મેનમાં જોયું જ હશે કે એક વ્યક્તિ કરોળિયાની જેમ દીવાલ પર ચઢી જાય છે અને અહીંથી ત્યાં સુધી ખૂબ જ આરામથી જાય છે. તેવી જ રીતે, આ વ્યક્તિ પણ દિવાલ પર ચડતો જોવા મળે છે. જો કે આ વ્યક્તિ કોઈ સ્ટંટ નથી કરી રહ્યો, પરંતુ પોતાના જૂતાને વરસાદના પાણીમાં ભીના થવાથી બચાવવા માટે આવું કરે છે. વીડિયો જોઈને લોકો વ્યક્તિની બુદ્ધિમત્તા પર સવાલ ઉઠાવી રહ્યા છે. તમે જોઈ શકો છો કે તે વ્યક્તિ વરસાદથી ભરેલા રસ્તા પર ચાલી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ પાસે સાઈકલ હોવા છતાં તે તેના પર સવાર થઈને પાણીમાંથી બહાર નીકળતો નથી. તેના બદલે, તે અડધો રસ્તો સાયકલ પર અને અડધો દિવાલ પર લટકીને પાર કરે છે. તમે જોઈ શકો છો કે તે પોતાના બંને પગ ઘરની બાઉન્ડ્રી વોલ પર રાખે છે. જ્યારે તેનું અડધું શરીર સાયકલ પર આરામ કરી રહ્યું છે. આ પછી, તે અદ્ભુત સંતુલન બનાવીને આગળ વધતો જણાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે તે જે વિચિત્ર રીતે આગળ વધી રહ્યો છે, કદાચ તેની જગ્યાએ કોઈ અન્ય હોત તો તે અત્યાર સુધીમાં પાણીમાં પડી ગયો હોત. આ વીડિયો નેચરલાઈફ_ઓકે નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો એટલો ફની છે કે તેને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો જોઈને લોકો કહી રહ્યા છે કે સાઈકલ હોવા છતાં આ કરવાની શું જરૂર હતી?

Niraj Patel