પિતા-ભાઇની મોત બાદ આખુ ગામ અનાથ દીકરીના ત્યાં અધધધ લાખનું મામેરૂ લઇ પહોંચ્યુ…કહાની લાવી દેશે તમારી આંખમાં પણ આંસુ

વાહ વાહ, ગામડામાં પતિ, પિતા અને ભાઈનું થયું નિધન થતા ઢોલ નગારા સાથે આખું ગામ મામેરું ભરવા આવ્યું

પતિની મોત થઇ ગઇ હતી, પિતા પણ નહોતા રહ્યા અને ભાઇ પણ ચાલ્યો ગયો. દીકરી લગ્ન લાયક થઇ તો મીરા એકલી પડી ગઇ. સાસરી પક્ષના લોકોની મદદથી જેમ તેમ દીકરીના લગ્નની તૈયારીઓ કરી અને પછી પિયર જઇ ભાઇઓને ભાત ન્યોતવાની રસ્મની વારી આવી તો મીરાનું ગળુ ભરાઇ આવ્યુ. આંખોમાંથી બસ આંસુઓની ધારા વહેતી રહી, કારણ કે મીરાની પિયરમાં ભાત ન્યોતવાની રસ્મ નિભાવવાવાળુ કોઇ નહોતુ. એવામાં મીરા તેના મૃત ભાઈની જગ્યા પર તિલક લગાવીને તેના સાસરે પાછી આવી ગઇ.

મીરાને લાગતુ હતુ કે તેના પિતા કે ભાઇ જીવિત નથી તો તેની દીકરીના લગ્ન પર મામેરૂ લઇને પિયરથી કોઇ મહિ આવે, પણ મીરાનો આ અંદાજ ખોટો સાબિત થયો. કારણ કે તેના પિયરના ગામવાળાએ જે પગલુ ભર્યુ તે મિસાલ બની ગયુ. આખુ ગામ મીરાના ઘરે ભાઇ બનીને મામેરૂ લઇને પહોંચ્યુ, જેણે પણ આ જોયુ તે બસ એ જ કહેતો રહી ગયો કે નાની બાઇનું મામેરૂ ભરવા ભગવાન પોતે શ્રીકૃષ્ણ આવ્યા હતા તેમ ભગવાનની ભૂમિકા મીરાના ગામવાળાએ નિભાવી.

સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલ આ મામેરૂ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ભાદરા સબડિવિઝનના નેઠરાણા ગામમાંથી ભરવામાં આવ્યું. મીરાને 7 લાખ રૂપિયા રોકડા અને 3 લાખ રૂપિયાની જ્વેલરી અને કપડાં ભેટમાં આપવામાં આવ્યા. દરેક લોકો ગામના લોકોના આ પગલાના વખાણ કરતા થાકતા નથી. બીજી બાજુ, આખા ગામને આવી રીતે મામેરૂ ભરતા જોઈને મીરાની આંખોમાંથી આંસુ આવી ગયા, પરંતુ આ વખતે આંસુએ તેને માનવતા અને પોતાનાપણાનો અનુભવ કરાવ્યો.

બન્યું એવું કે ભાદરાના સૌથી મોટા ગામોમાંના એક નેઠરાણાની મીરાના લગ્ન હરિયાણાના સિરસા જિલ્લાના જાંડવાલા બાગડમાં થયા હતા. બે દીકરીઓનો જન્મ બાદ તેના પતિનું મોત થઇ ગયુ. પિયરમાં મીરાના પિતા પણ નિધન થઇ ગયું હતું. એકમાત્ર અપરિણીત ભાઈ સંતલાલ ગામમાં પંજાબી બાબાની ઝૂંપડીમાં રહેવા લાગ્યો હતો અને તેનું પણ ત્યાં અવસાન થયું હતું. મીરાને બે દીકરીઓ છે. એક દીકરીના લગ્ન 15 માર્ચ 2023ના રોજ હતા.

લગ્નના થોડા દિવસો પહેલા મીરા તેના પિયર વિધિ કરવા ગઇ હતી. એક રીતે જોવા જઈએ તો આ વિધિ કોઈના પિતા, ભાઈ, ભાભી અને ભત્રીજાઓને તેમના પુત્ર કે પુત્રીના લગ્નમાં તિલક લગાવીને આમંત્રિત કરવા માટે છે. પછી પિયર મામા-નાના લગ્નના દિવસે દીકરીના ઘરે જઈને મામેરૂ ભરે છે. પિયરમાં કોઇ ન હોવાને કારણે મીરાં તેના ભાઈની ઝૂંપડીમાં તિલક લગાવીને પરત સાસરે ચાલી ગઇ હતી.

જ્યારે નેઠરાણા ગામના લોકોને આ જાણ થઇ તો આખા ગામે એકસાથે નક્કી કર્યું કે દીકરીના લગ્નમાં બહેન મીરાને તેના પિતા અને ભાઈની ખોટ નહિ લાગવા દેવામાં આવે. આખું ગામ તેના મામા બનીને મામેરૂ ભરવા જશે. ત્યારબાદ નેઠરાણા ગામની સેંકડો ગ્રામીણ મહિલાઓ, પુરુષો અને બાળકો મીરાના ઘરે મામરૂ ભરવા હરિયાણા પહોંચ્યા અને ગામના લોકોને જોઈ મીરાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. ગામના લોકોએ મીરાની પુત્રીના લગ્નમાં 10 લાખનું મામેરૂ ભર્યુ.

Shah Jina