બધા તેમની જગ્યાએ ઊભા રહી ગયા, પૂરો મોલ ઠપ- બેંગલુરુ વાળાએ આવી રીતે મનાવ્યો વિરાટ કોહલીની સદીનો જશ્ન

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાન સામે ભારતની જીતની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. ક્રિકેટ મેચને લગતા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આવી જ એક વિડીયો ક્લિપ બેંગલુરુથી સામે આવી છે, જ્યાં લોકોએ ભારતની જીત અને વિરાટ કોહલીની સદીની અનોખી રીતે ઉજવણી કરી.

આ વાયરલ વીડિયોમાં તે રોમાંચક ક્ષણ કેદ થઈ ગઈ જ્યારે પાકિસ્તાન પર વિજય પછી આખા મોલમાં લોકો પોતપોતાની જગ્યાએ ઉભા રહી ગયા હતા. કેટલાક સમય માટે તો કેઆર પુરમ સ્થિત આ મોલ પૂરૂ રીતે ઠપ થઈ ગયો. ક્રિકેટ ચાહકો ઉભા રહીને તાળીઓ પાડવા લાગ્યા ને ઉત્સાહિત જોવા મળ્યા. બેંગલુરુના ક્રિકેટ પ્રેમીઓની આ ઉજવણી ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચામાં છે.

વિરાટ કોહલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમે છે અને IPL 2025 22 માર્ચથી શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં IPL શરૂ થાય તે પહેલાં કોહલીની આ સદી બેંગ્લોરના લોકો માટે વધુ ખાસ બની ગઇ. RCB ચાહકોની આશા વધી ગઈ છે કે આ વખતે તેમની ટીમ વધુ સારું પ્રદર્શન કરશે. વિરાટ કોહલીએ સદી ફટકારીને ચોક્કસપણે આ વાતનો સંકેત આપ્યો છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!