યુદ્ધની સ્થિતિ વચ્ચે યુક્રેનના અનેક શહેરોમાં મચી અફરાતફરી, સુરક્ષિત સ્થળે ભાગવા લાગ્યા લોકો

આખરે સમગ્ર વિશ્વને જેને ડર હતો એ થઇ ગયુ છે. રશિયા અને યુદ્ર વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયુ છે. આ યુદ્ધ ઘણુ આક્રમક સ્વરૂપ પણ લઇ રહ્યુ છે. ત્યાં રશિયાએ જે મિસાઇલ હુમલા કર્યા છે. તેમાં યુક્રેનના 7 નાગરિકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત યુક્રેને 7 વિમાનો અને 6 રશિયન હેલિકોપ્ટરને તોડી પાડવાનો પણ દાવો કર્યો છે. રુસ-યુક્રેન યુદ્ધ ગંભીર બની ગયું છે. રશિયન સેના દ્વારા યુક્રેન પર થયેલા હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિનું કહેવું છે કે રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 137 લોકો માર્યા ગયા છે. તેમાં 10 સૈન્ય અધિકારીઓ પણ સામેલ છે.

હવે આ બધા વચ્ચે યુદ્રથી ગભરાયેલા લોકો સુરક્ષિત સ્થળે ભાગી રહ્યા છે.આ દરમિયાન અફરાતફરીનો માહોલ પણ સર્જાઇ ગયો છે. રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરતાની સાથે જ કિવ સહિત 11 જેટલા શહેરો પર એકસાથે હુમલો કર્યો હતો અને કિવમાં તો મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન લોકોમાં ઘણો ભયનો માહોલ છવાઇ ગયો છે અને લોકો સુરક્ષિત સ્થળે જવા માટે નાસભાગ કરી રહ્યા છે.

રશિયાના મિસાઇલ હુમલા બાદ કિવના રહેવાસીઓ શહેર છોડી રહ્યા છે, જેની ઘણી તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં ટ્રાફિક જામ થઇ ગયેલો જોવા મળી રહ્યો છે. યુક્રેનના ઘણા શહેરોમાં વહેલી સવારે વિસ્ફોટના અવાજો પણ સંભળાયા હતા.આ ઉપરાંત હવાઇ હુમલાનું સાયરન સાંભળ્યુ હોવા છત્તાં પણ રહેવાસીઓ કામ પર જતા જોવા મળ્યા હતા.મારિયુપોલમાં તો ATM પર લોકોની લાંબી કતારો લાગેલી જોવા મળી હતી.

રશિયાના રાષ્ટ્રપતિએ પૂર્વી યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીની મંજૂરી આપ્યા પછી કેટલીક કાર શહેરના બહાર નીકળતા જોવા મળી હતી. રાજધાની કિવના રહેવાસીઓ શહેર છોડી રહ્યા છે અને આ ઉપરાંત પેટ્રોલ પુરાવા પણ ગાડીઓની લાંબી લાઇનો લાગી રહી છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 316 લોકો ઘાયલ પણ થયા છે. આ દરમિયાન અમેરિકી સુરક્ષા અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી 96 કલાકમાં રશિયા કિવ પર કબજો કરી શકે છે.

અહેવાલો અનુસાર, યુક્રેનની રાજધાની કિવમાં રશિયાના હુમલાઓ સવારે 4 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) શરૂ થયા હતા. કિવમાં આકાશમાંથી આગ વરસતી જોવા મળી હતી. આ દરમિયાન, યુક્રેને કહ્યું છે કે તેઓએ કિવમાં એક રશિયન જેટને તોડી પાડ્યું છે. યુક્રેનની રાજધાની કિવમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. દરમિયાન, યુક્રેને દાવો કર્યો છે કે તેણે વધુ બે રશિયન વિમાનોને તોડી પાડ્યા છે.

અત્યાર સુધીમાં સાત એરક્રાફ્ટ, છ હેલિકોપ્ટર અને 30 ટેન્ક નાશ પામી છે. રશિયા તરફથી તીવ્ર હુમલાઓ વચ્ચે અમેરિકી સુરક્ષા અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી 96 કલાકમાં યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવામાં આવી શકે છે.આ બધા વચ્ચે યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે તેઓએ 800થી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે.

Shah Jina