જંગલમાંથી પસાર થઇ રહ્યો હતો ખતરનાખ કિંગ કોબરા, આ યુવકે પકડી અને ઉપર રાખી દીધો પગ, વીડિયો જોઈને લોકો બગડ્યા

સાપની બીક કોને ના લાગે ? સાપ જોતા જ ભલ ભલા ગભરાઈ જતા હોય છે અને એમાં પણ કિંગ કોબરા તમારી સામે આવીને ઉભો થઇ જાય તો તમારી શું હાલત થાય ? એટલું વિચારતા જ પરસેવો છૂટી જાય. સોશિયલ મીડિયામાં હાલ એક કિંગ કોબરાને પકડતો એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે જોઈને લોકો પણ હેરાન રહી ગયા છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિ જંગલની અંદર રસ્તામાંથી પસાર થતા કિંગ કોબરાને પકડી લે છે અને તેને રસ્તા ઉપર લઇ આવે છે. ત્યારબાદ બીજી એક વ્યક્તિ આવી અને તેને પકડે છે. જેના બાદ બંને વ્યક્તિઓ ભેગા મળી અને તેને રોડના બંને કિનારા સાથે સરખાવે છે અને જોવા મળે છે કે આ સાપ આખા રોડના બંને કિનારે સ્પર્શી જાય એટલો મોટો છે.

થોડા સમય બાદ તે વ્યક્તિ કોબરા ઉપર પગ રાખી દે છે અને તેને એક પ્લાસ્ટિકની થેલીમાં ભરવા લાગે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને પણ આ વીડિયો જોયો છે તે આશ્ચર્ય ચકિત થઇ ગયું છે. તમે પણ જુઓ કિંગ કોબરાના આ વાયરલ વીડિયોને…

આ વીડિયો જોઈને ઘણા લોકો ગુસ્સે પણ થઇ રહ્યા છે. પ્રવીણ ડબાસ દ્વારા આ વીડિયો શેર કરવાની સાથે પણ લખવામાં આવ્યું છે કે “લાગે છે કે આપણે હજુ પણ વાઈલ્ડ લાઈફ એજ્યુકેશન જોઈએ, મને લાગે છે આ કિંગ કોબરા છે. સોશિયલ મીડિયામાં પણ યુઝર્સ આ વીડિયો જોઈને ગુસ્સે ભરાઈ રહ્યા છે. એક યુઝર્સે કહ્યું કે,’આ એક સુંદર કિંગકોબ્રા છે. ખબર નહિ કેમ વ્યક્તિએ તેને બહાર કાઢ્યો.. તે શાંતિપૂર્ણ તેના સ્થાન પર જ હતી, કોબ્રા કરડવાથી અને માણસોને માર્યા ગયાના ભાગ્યે જ એવા કોઈ કિસ્સાઓ નોંધાયા છે. હકીકતમાં, તેમના પ્રથમ કેટલાક ડંખ તેઓ ઝેર પણ લગાડતા નથી. આ રીતે પગથી કોબ્રાને નુકસાન કરવું યોગ્ય નથી.

Niraj Patel