વટાણા ફોલી ફોલી થાકી ગયા છો ? બજારમાં આવી ગયુ વટાણા ફોલવાનું મશીન- વીડિયો જોઇ જનતા બોલી- ફાલતુનો આવિષ્કાર
શિયાળાની ઋતુમાં રસોડામાં વટાણાનો ઉપયોગ કંઇક વધારે જ વધી જાય છે. રવિવાર હોય કે સોમવાર, ઘરમાં વટાણાની ડિશ લગભગ બનતી હોય છે. હવે જ્યારે વટાણાનો આટલો બધો ઉપયોગ થાય છે તો તેને ફોલવા એ ઘણા લોકો માટે થકાનનું કામ બની જાય છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો દેશી યુક્તિઓનો ઉપયોગ કરીને વટાણાને ઝડપથી ફોલી નાખતા હોય છે.
વટાણા ફોલવાનું મશીન
પણ ઇન્સ્ટાગ્રામ પર હાલમાં એક મશીનનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે વટાણા ફોલવાનું કામ સરળ બનાવે છે. જો કે, ઇન્ટરનેટની પબ્લિક આ મશીનથી એટલી પ્રભાવિત નથી. આ વીડિયો 4 ફેબ્રુઆરીએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ @outofdecor પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને હજારો લાઈક્સ અને હજારો રિએક્શન્સ મળ્યા છે. જો કે, આ વટાણા ફોલવાનું મશીન જોયા પછી મોટાભાગના યુઝર્સ તેને નકામી શોધ ગણાવી રહ્યા છે.
જનતા બોલી- ફાલતુનો આવિષ્કાર
કેટલાક યુઝર્સનું કહેવું છે કે તેમની પોતાની દેશી પદ્ધતિ સૌથી સારી છે. જ્યારે કેટલાકે કહ્યું કે તે ખૂબ જ આળસુ લોકો માટે પરફેક્ટ ગેજેટ છે. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પ્લાસ્ટિકના નાના મશીનમાં વટાણા નાખી તેને ફોલી રહ્યો છે. આ વિડિયો પોસ્ટ કરતી વખતે લખવામાં આવ્યુ હતું – આ મેન્યુઅલ વેજી ટ્વિસ્ટર વડે વટાણાને સરળતાથી ફોલો.
View this post on Instagram