સ્લો મોશનમાં મોરનો ડાન્સ કરતો વીડિયો જોઈને લોકોએ કહ્યું કે “આ તો કુદરતનો ચમત્કાર છે !!” જુઓ તમે પણ

મોર આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે, અને મોર જોવાનું સૌને પસંદ પણ હોય છે. ખાસ કરીને જયારે મોર કળા કરે ત્યારે આપણું પણ દિલ ખુશ થઇ જાય છે, કળા કરીને નાચી રહેલા મોરને આપણે સતત જોતા રહીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય મોરને સ્લો મોશનમાં નાચતો જોયો છે ?

હાલમાં સોશિયલ મીડિયા ઉપર મોરની સુંદરતાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં મોરનો એક અદભુત સ્લો મોશન જોવા મળી રહ્યું છે. જેમાં તમે મોરને ખુબ જ બારીકીથી પોતાની પાંખો ફેલાવતા જોઈ શકો છો. તમને પણ આ વીડિયો જોયા બાદ તમારી આંખો અને હૃદયને શાંતિ જરૂર મળશે.

સોશિયલ મીડિયા ઉપર આ વીડિયોને આઈએફએસ ઓફિસર સુધા રમણ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સાથે જે તેમને ખુબ જ સુંદર કેપશન પણ લખ્યું છે, તેમને લખ્યું છે કે, “તમારા વીક દિવસનો થાક દૂર ભગાવો. ફક્ત આ સુંદર વીડિયોને જુઓ.”

સોશિયલ મીડિયામાં લોકો આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો તેને કુદરતના ચમત્કાર સાથે પણ સરખાવી રહ્યા છે. તમે પણ નિહાળો આ સરસ મજાના વીડિયોને…

Niraj Patel